________________
રાજ્ય સ્થાપ્યું. પૂરક પ્રેરકબળ વ્યવસ્થિત અને સંગઠિત નહોતું થયું, પરિણામે પ્રજાપ્રિય રામે પ્રજાના એક બેબી જેવા નાના સભ્યના વચનને લીધે સીતાને વનવાસ આપી વિયોગનું દુઃખ અને અપ્રતિષ્ઠા સહી. સાથે જ એ બતાવી આપ્યું કે પૂરક–પ્રેરક બળના સહયોગ વગર રાજ્ય એકલું ક્રાંતિ કરી શકતું નથી, કરશે તે પણ દંડશક્તિ દ્વારા જ.
તા. ૧-૮-૬૧
સવંગીકાંતિકાર ૧. ભ. મહાવીર અને બુદ્ધ બન્નેના જીવનમાં સિદ્ધાંત માટે અને સામાજિક મૂલ્યો ખેવાતાં હોય તે વખતે પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છોડવાની તૈયારી હતી. ભ. મહાવીરના જીવનમાં સમાજના ચિંતન માટે ૧૨ વર્ષની ઘેરતપશ્ચર્યા, અનાર્ય દેશમાં વિવિધકષ્ટ સહીને વિચરણ, વિશ્વવાત્સલ્યને સિદ્ધાંતને સિદ્ધ કરવા-કરાવવા ચંડકૌશિક સર્પને પ્રતિબોધ, ગોપાલક દ્વારા ગાયે છૂપાવવાને આરેપ અને કાનમાં ખીલા ધરપાયા, ઈન્દ્રની સહાયતા લેવાને સાવ ઇન્કાર, કેવળજ્ઞાન પછી સંધરચના, અનેક આઘાત પ્રત્યાઘાતો વગેરે એની સાક્ષી પૂરે છે. ભ. બુદ્ધના જીવનમાં સત્યની શોધમાં પ્રાણાતે પણ પીછેહઠ ન કરવાનો સંકલ્પ, હસતે મુખે કુટુંબને છેડીને વિશ્વમાં ચારે બાજુ પથરાયેલું દુઃખ દૂર કરવા પ્રવર્જયાગ્રહણ; તે વખતના ચાલુમાર્ગો-ગસાધના, ધ્યાન વગેરે તથા દેહદમનના માગૅમાં જોડાયા, પણ સમાધાન ન થયું, કારણ કે તેમને તો કલેશકંકાશમાં ચીપચી રહેલ માનવજાતિને સ્થિરસુખ આપી શકે, તેવા માર્ગની શેધ કરવી હતી, એટલે એકલા પડ્યા; ૫. વિશ્વાસુ શિષ્યોએ તેમને છેડ્યા, લેકમાં નિંદા થઈ; ઘણું કષ્ટ વેઠવું પડ્યું, મારની સેના ઉપર વિજય મેળવ્યો, એકલે હાથે ઝઝૂમ્યા અને છેવટે સત્ય જડ્યું. સંધરચના કરી. બ્રાહ્મણોના હિંસામય યજ્ઞોને વિરોધ કર્યો, તેમાં ઠેર ઠેર અપમાન અને કષ્ટ વેડ્યું. ૨. ભ. બુદ્ધ અને ભ. મહાવીરે માનવજીવનના દરેક ક્ષેત્રે ક્રાંતિને સ્પર્શ કર્યો તે આ પ્રમાણે છે :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com