________________
૯૪
૩. બન્નેની વિશેષતા–બુદ્ધ યજ્ઞયાગાદિના વિરોધમાં સીધા ઉતરે છે, જ્યારે ભ. મહાવીર નારીજાતિના ઉત્થાન માટે સવિશેષ પુરુષાર્થ કરે છે. બન્ને એક બીજાના પૂરક હતા. તા. ૮-૮-૬૧
સર્વાગી ક્રાંતિકારની દિશામાં
૧. જેઓ સર્વાગી ક્રાંતિ કરવા ગયા, પણ ચાર સુસંસ્થાઓને અનુબંધ નહીં હોવાને લીધે સર્વાગી ક્રાંતિ ન કરી શક્યા; એવા ત્રણ ક્રાંતિકાર હતા–ઈશુખ્રિસ્ત, હજરત મહંમદ, જરથુસ્ત મહાત્મા. ૨. ઈશુ ખ્રિસ્તના ૧૨ શિષ્યો પૈકી યાહુઆ નામના શિષ્ય વિરોધીઓ સાથે મળીને કાવત્રુ ગોઠવ્યું. ઈશુ ખ્રિસ્તે એને પ્રેમથી બોલાવ્ય, ગુસ્સે ન થયા. વિશ્વપ્રેમના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે કોઈના ઉપર શસ્ત્ર ઉગામ્યું નહીં; ને ઉગામવા પણ ન દીધું. ક્રોસ ઉપર લટકાવ્યા, ત્યારે હસતે મોઢે પ્રાણુ અર્પણ કર્યા. ૨. ઈશુ એકવાર જેકસ નામના પાપી અને અત્યાચારીને ઘેર જમવા ગયા, એટલે બધા લકે રોષે ભરાયા, ઇશુની નિંદા કરવા લાગ્યા; છતાં ઈશુ ક્ષમાસિદ્ધાંત ઉપર અડગ રહ્યા; પરિણામે જેકસનું હૃદયપરિવર્તન થયું. ૩. જેરૂસેલમમાં વિશ્રામના દિવસે ઈશુએ એક ઘાયલના હાથે પાટો બાંધે, આશ્વાસન આપ્યું, તેથી ત્યાંના પંડિત ભડક્યા અને શ્રીમંતોને ઉશ્કેરીને ટીકા કરવા લાગ્યા. ઈશુએ તેમને વિશ્રામદિનનું રહસ્ય સમજાવ્યું; છતાંય તેઓ ઉગ્ર થઈ ગયા, ઈશુએ શાંતિથી સહ્યું. ઈશુએ અપરિગ્રહી જીવન માટે બ્રહ્મચર્ય સ્વીકાર્યું , સાદાઈ અને સ્વૈચ્છિક ગરીબાઈ સ્વીકારી, આ રીતે ઇશુખ્રિસ્તના જીવનમાં પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ ત્યાગની તૈયારી હોવા છતાં અને જૂના કરાર ઉપર નો કરાર તૈયાર કરી, તેમાં હિંસાને બદલે અહિંસાના વિધાન કરવા છતાં તે વખતે રાજ્ય જ સર્વોપરિ હોઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com