________________
૮
દ્વારા સમન્વય કર્યો. ભાગવતમાં બુદ્ધ (બૌદ્ધધર્મના) અને ઋષભદેવ (જૈનધર્મના)ને અવતારમાં ગણાવી ઉદારતાને પાઠ શીખવ્યું છે. ૩. આચાર્ય હરિભદ્ર ઉદાર પ્રકૃતિના, સરળ, સૌમ્ય અને સત્ય પ્રત્યે આદરબુદ્ધિવાળા હતા. એમણે “યાકિની મહત્તરા' નામની જૈન સાધ્વી પાસે પ્રતિબંધ પામીને સાધુદીક્ષા લીધી. સાધ્વીને ધર્મમાતા માની. ઘડ્રદર્શનને સમન્વય કર્યો. એમણે લગભગ બધા જ વિષયો ઉપર વિશાળ સાહિત્ય રચ્યું છે.
સાહિત્યિક ક્ષેત્રના ક્રાંતિકારે ૧. સાહિત્યિક ક્ષેત્રના પૂર્વોક્ત ક્રાંતિકારે સિવાય બીજા કેટલાક ક્રાંતિકાર થઈ ગયા છે. તે આ પ્રમાણે છે: ૧. આચાર્ય હેમચન્દ્ર, ૨. સિદ્ધસેન દિવાકર, ૩. કુંદકુંદાચાર્ય, ૪. આચાર્ય સમન્તભદ્ર, ૫. ગોસ્વામી તુલસીદાસજી, ૬. સૂરદાસજી, ૭. કિશોરલાલ મશરૂવાળા, ૮. કાકાસાહેબ. પાશ્ચાત્ય સાહિત્યિક ક્રાંતિકારમાં સેક્સપિયર, મિટન, ખલીલ જિબ્રાન, ગેટ વગેરે થયા. ૨. ૧. હેમચંદ્રાચાર્યો સાહિત્ય, સંસ્કૃતિ અને રાજનીતિ, એ ત્રણે ક્ષેત્રમાં પ્રેરણાનું અદ્ભુત કાર્ય કર્યું. જિંદગીના છેડા સુધી તેઓ સાહિત્યિક પ્રવૃત્તિમાં રત રહ્યા. ૭૦૦ લહિયાઓ પાસેથી ગ્રંથ લખાવવાનું કામ લેતા હતા. ન્યાય, દર્શન, વ્યાકરણ, સાહિત્ય અલંકાર, કાવ્ય, નાટક, કથાસાહિત્ય, યોગ, ધર્મ, નીતિ, કષ વગેરે બધા જ વિષય ઉપર એમણે પુસ્તક લખ્યાં. તે વખતના સમાજમાં નવા મૂલ્યની સ્થાપના અને ઉન્નતિ થાય, એ કામ કરી બતાવ્યું. ૨. સિદ્ધસેન દિવાકરે સાહિત્યિક ક્ષેત્રમાં નવી ક્રાંતિને જન્મ આપે. એ સ્વતંત્ર વિચારક, પ્રતિભાશાળી, પ્રભાવક આચાર્ય હતા. રૂઢિચુસ્ત વિચારોની ખિલાફ એમણે તે વખતે અવાજ કાઢ્યો. ૩. જૈનદર્શનને નિશ્ચયનયની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com