________________
eo
વ્યાપક સંસ્કૃતિનાં બીજ રેડયા; જે જુદા જુદા પ્રદેશના સાંસ્કૃતિક ક્રાંતિકારોમાં ઊગી નીકળ્યા.
તા. ૨૨-૮-૬૧
સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકાર
૧. સાંસ્કૃતિક ક્રાંતિકારની પૂર્વોક્ત ત્રણ કસોટીઓની દષ્ટિએ વિશ્વમાં બાકી રહેલા આ છે. ૧. રવીન્દ્રનાથ ટાગોર, ૨. રશ્કિન, ૩. એબ્રાહમલિંકન, ૪. વોશિંગ્ટન ૫. સંત ફાંસિસ. ૨. રવિંદ્રનાથ ટાગોરે વિશ્વને દૃષ્ટિમાં રાખીને ભારતીય સંસ્કૃતિનો ઊંડો અભ્યાસ કર્યો. કાવ્ય, નાટક, વાર્તાઓ, નવલકથાઓ વ. લખીને સાહિત્યને સંસ્કૃતિ સભર બનાવ્યું. એમને નોબલ પુરસ્કાર પણ મળે. પણ બ્રિટિશ સરકાર તેમને એક ચન્દ્રક એનાયત કરવાની હતી, પણ ગુલામીમાં ગ્રસ્ત રાખનાર બ્રિટિશ સરકારના આ પદકને ઈન્કાર કર્યો. વિશ્વભારતી અને શાંતિનિક્તન એમના દ્વારા સ્થાપિત થયેલ સાંસ્કૃતિક સંસ્થાઓ છે, જેમાં વિશ્વ સંસ્કૃતિને અભ્યાસ કરીને વિદ્યાથીઓ તૈયાર થયા છે. કવીન્દ્ર તરીકે પોતે પ્રસિદ્ધ થયા. ૩. રશ્કિન ઈંગલેન્ડમાં થયા, યુરોપની પ્રજામાં ભયંકર વિષમતા જોઈને તેમણે “અંટુ ધિસ લાસ્ટ ” વગેરે પુસ્તક લખ્યાં. ગાંધીજીના જીવનમાં આ પુસ્તકથી મોટા ફેરફાર થયો. ૪. એબ્રહિમ લિંકન અમેરિકામાં થયા. કોટન જોન બ્રાઉન અને એમણે મળીને સદાચાર પ્રચાર માટે એક સંધ સ્થા. જેમાં ચારિત્ર્ય, સુસંસ્કાર, વગેરે ઉપર ભાર મૂક્યો. ગુલામી પ્રથા નાબૂદ કરવામાં એમને મોટો ફાળો છે. પિતે ન્યાયાધીશ હતા, ત્યારે ભૂંડને કાદવમાં ફસાયેલ જોઈ બહાર કાઢયે. અમેરિકાના પ્રેસિડેન્ટ થયા ત્યારે હલકામાં હલકું કામ કરવા માટે અચકાતા નહોતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com