________________
१८
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારમાંથી એકને લઈને ચાલવામાં આવે છે જ્યારે સર્વાગી ક્રાંતિમાં ચારિત્ર્યને લઈને ચાલવામાં આવે છે. બીજા શબ્દોમાં એકક્ષેત્રીય ક્રાંતિ તે એકાંગી ક્રાંતિ, અને સર્વક્ષેત્રીય ક્રાંતિ તે સર્વાગી ક્રાંતિ. ૬. ક્રાંતિની પ્રેરક એક વ્યક્તિ હોઈ શકે, પણ ક્રાંતિ તે સંસ્થાઓ અને સમાજ દ્વારા થઈ શકે. ૭. આદ્ય ક્રાંતિકારોમાં આદિમન અને ભ. શષભદેવના નામે ઉલ્લેખનીય છે. મનુના જીવન વિષે ખાસ ઉલ્લેખ નથી મળતું, પણ તેમણે રચેલી મનુસ્મૃતિ ઉપરથી એમ કહી શકાય છે કે તેમણે વર્ણાશ્રમવ્યવસ્થાનું સુંદર નિરૂપણ કર્યું છે. ભ. ઋષભદેવે તે ચારે વર્ણોનું સુંદર ઘડતર કર્યું. કુટુંબ વ્યવસ્થા, અને સમાજ વ્યવસ્થા પ્રત્યક્ષ આચરીને બતાવી. રાજ્ય વ્યવસ્થા કરી, સમાજને વ્યવસ્થિત કરીને ધર્મક્રાંતિ આગળ વિકસાવવા માટે ચતુર્વિધ સંઘ સ્થાપના પિતે સાધુ દીક્ષા લીધા પછી કરે છે. સમાજ, રાજ્ય, સંધ વગેરે બધાં
માં નૈતિક ધાર્મિક પ્રેરણા આપે છે. જ્યાં અનુબંધ બગડે હૈય ત્યાં તરત સાવધાન કરે છે. ૮. ધર્મ ક્રાંતિકારમાં મુખ્યત્વે પાંચ તો હોવાં જોઈએ. ૧. પ્રાણ-પ્રતિષ્ઠા- પરિગ્રહ છોડવાની તૈયારી ૨. દ્રવ્ય ક્ષેત્રકાળભાવનું યથાર્થ જ્ઞાન. ૩. વ્યવહાર અને આદર્શને મેળ પાડવાની યોગ્યતા, ૪. જૂના આદર્શો કે સિદ્ધાંતોને સાચવીને નવા ફેરફાર કરવા. ૫. સતત જાગૃતિ રાખીને બગડેલા કે તૂટેલા અનુબંધને સુધારવા-સાંધવાને પ્રયત્ન કરો.
તા. ૧૮-૭-૬૧
સવગી ક્રાંતિકારે
૧. સર્વાગી ક્રાંતિકાર બધાય ક્ષેત્રમાં ઊંડા ઉતરે, એમ નથી હતું, પણ સમાજજીવનનાં બધાંય અંગોમાં પેસી ગયેલાં ખોટાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com