________________
ક્રાંતિકારાનાં જીવના
૧
ક્રાંતિકારીનાં જીવને
૧. જે માણસ સમાજમાં વિશિષ્ટ જવાબદારીપૂર્વક જીવે છે, તેને સમાજની દરેક પ્રક્રિયાના વિચાર કરવા જ પડે છે; સમાજમાં જ્યારે જૂનાં ખાટાં મૂલ્યા, અનિષ્ટો પ્રવર્તતાં હોય, ત્યારે જ્વાબદાર સાધક પ્રાણ, પ્રતિષ્ઠા અને સૂક્ષ્મ કે સ્થૂળ પરિગ્રહ હોડમાં મૂકીને એમાં પરિવર્તન કરવા માટે પ્રયત્ન કરતા હોય, એ જ મૂલ્ય પરિવત નને ક્રાંતિ કહેવામાં આવે છે. સમાજ શુદ્ધિ કે ખાટાં મૂલ્યામાં પરિવત ન ન થાય તે વ્યક્તિની આત્મ શુદ્ધિ સર્વાંગી થતી નથી; એટલે આત્મશુદ્ધિ માટે પણ ક્રાંતિની જરૂર છે. ૨. સાઁસ્કૃત ભાષા પ્રમાણે ક્રાંતિનું લક્ષણ થાય છે દ્રવ્યક્ષેત્રકાળભાવ પ્રમાણે વિચારપૂર્વક પગલાં ભરવાં. ૩. ક્રાંતિકાર ધરમૂળથી પરિવર્તન કરતી વખતે, એમાં જે મૌલિક, ઉપયાગી અને સારભૂત મસાલા હશે એને ફેંકશે નહીં, પરંતુ સાતત્યરક્ષાની સાથે પરિવર્તન કરશે. સુધારામાં માત્ર એક કે બે વસ્તુ લઈને માત્ર મરામત પૂરતું કામ કરવામાં આવે છે. ૪. સાચી ક્રાંતિ ચિરસ્થાયી હોય, એમાં ઘણું સહેવું પડે છે, એ અહિંસક હોય છે, પણ જેમાં તાત્કાલિક પરિવર્તન જેવુ દેખાય છે, તે જલદ અને અસ્થાયી હોય છે, હિંસક હોય છે, એટલે એમાંથી પ્રતિક્રાંતિના ગા ફૂટે છે. ૫. એકાંગી ક્રાંતિમાં
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com