________________
હોવા છતાં વિધિવત સંન્યાસ સ્વીકાર્યો ન હોઈ એક બ્રાહ્મણને નમન કરે છે અને બ્રાહ્મણ એમને કરે છે. (તા. ૧૬-૧૦–૬૧)
૧૪
ભારતીય સંસ્કૃતિમાં અનાક્રમણુના અવશેષો
૧. અનાક્રમણ એટલે પોતે ચાલી ચલાવીને આક્રમણ ન કરવું એટલે જ અર્થ નથી, પણ આક્રમણ થાય તો માત્ર કાયર થઈને નિષ્યિ રીતે બેસી રહેવું એમ નહીં, પણ પ્રત્યાક્રમણ અહિંસક રીતે કરવું. અનાક્રમણને અર્થ ગમે તેમ, અન્યાય-અત્યાચારને, દાદાગીરીને, જુલમને ચલાવી લેવું, એમ નથી જ. પણ પ્રત્યાક્રમણ કરવા માટે પણ સમર્થ વ્યકિત હોવી જોઈએ, એટલે એવી વ્યકિતની અવેજીમાં રાજ્ય આવ્યું. આપણે પ્રત્યાક્રમણને વિષય માત્ર રાજ્યના હાથમાં રાખવા માગતા નથી, રાજ્ય અન્યાયનિવારણનું સંપૂર્ણ કાર્ય ન કરી શકે. માટે નૈતિક સંગઠન દ્વારા ડંખ રાખ્યા વગર સામુદાયિક રીતે અહિંસક શુદ્ધિ પ્રયોગ દ્વારા પ્રત્યાક્રમણ કરવાની વાત આપણે કરીએ છીએ; કારણ કે આપણે જોયું કે સત્તા હાથમાં આવતાં જ રાજ્યકર્તાઓ પોતે નિર્દોષ ઉપર અન્યાય અત્યાચાર કરવા લાગ્યા, સ્ત્રીઓનું અપહરણ કરવા લાગ્યા, એટલે આવા અન્યાયી–જુલમી રાજાઓ પ્રત્યે પ્રત્યાક્રમણ કરવાની જવાબદારી કેટલાક તટસ્થ ક્ષત્રિયોએ લીધી. દા. ત. ૧. વાલીએ નાનાભાઈ સુગ્રીવની પત્નીનું હરણ કર્યું, એટલે તેને મારીને તેના પુત્ર અંગદને રામે રાજ્ય સેપ્યું. પિતે ડંખ ન રાખ્યો. ૨. એમ જ રાવણને યુદ્ધમાં મારી, તેનું રાજ્ય ન્યાયી વિભીષણને સોંપ્યું. ૩. રાજસ્થાનમાં બે રાજપૂત કટ્ટા દુશ્મન હતા, પણ જ્યારે એક ગાડા હાથીની હડફેટમાં દુશ્મનને દીકરે આવી જવાનું હતું, ત્યારે તેણે તરત વચમાં પડીને છોકરાને બચાવી લીધે, એથી પેલા દુશ્મનનું હૈયું પીગળ્યું. આક્રમણની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com