________________
સટ
પછી અતિથિ અને તેમાંય ઉત્કૃષ્ટ અતિથિ બ્રાહ્મણ અને સાધુની ક્રમશઃ પ્રેરણા લે, કારણ કે એ બધાની જવાબદારી એમણે બજાવી છે. ૩. દાખલા તરીકે ૧. પન્ના દાઈ એ રાણા ઉયસિંહને બચાવવા માટે પોતાના પુત્રનુ બલિદાન આપ્યું અને ઉયસિંહને આશ્રય આપવા માટે કુંભળગઢના કિલ્લેદાર આશાશાહ જૈનને કહ્યું, પણ તે શરણાગત અને અતિથિને આશ્રય આપવાની ભા. સંસ્કૃતિની વાત ભૂલીને તેને ના પાડવા જતા હતા, ત્યાં જ આશાશાહની વીર માતાએ કડક શબ્દોમાં સંસ્કૃતિની યાદ આપી. આશાશાહે માતૃપ્રેરણા ઝીલીને ઉયસિહુને આશ્રય આપ્યો. ૨. સગાળશા શેઠ અતિથિ માટે પોતાના પુત્રને ખાંડણિયે ખાંડે છે, છતાં મુખ પર હાસ્ય ફરકે છે, એ રીતે અતિથિ સત્કારની કસોટી આપે છે. ૩. ગાંધીજીએ માતાઓની તાકાત જગાડી. પરિણામે એક માતાએ પોતાના બાળકને સ્વરાજ્યની લડતમાં ગાળાથી વીધાતુ જોઈ, ગૌરવ લીધું. ૪. ડાયરશાહી વખતે એક છેકરા સ્વરાજ્ય આંદોલનની પત્રિકા વહેંચતા હતા, પેાલીસે પત્રિકા છેડવાનુ કહ્યું, પણ તે છોડતા નથી. ગાળીએ વીંધાય છે, તેની બહેન હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને નીકળે છે. ૫. એક રબારીના પુત્રે ખૂન કર્યું.. તેનુ` કાઈ સાક્ષી ન હતુ. તેણે પિતા આગળ વાત કરેલ. પિતાએ કેસ નોંધાવી છેકરાને ગુના બદલ સજા કરાવી, પોતે રડયો, પણ કર્તવ્યપાલનના સંતાષ હતા. ૬. એક આદિવાસીને ઘેર એક કસાઈ ઘેટાંબકરાં ખરીદવા રાત્રે કાયા, આદિવાસીના બૈંકરાએ તેને રૂપિયાના લેાભે મારી નાખીને દાટી દીધા. સવારે બાપને ખબર પડી, કાર્ટ કેસ નોંધાવ્યા, ન્યાયાધીશ ફ્રાંસીને બદલે જન્મટીપની સજા કરે છે. બાપ એક બાજુ રડે છે, ખીજી બાજુ પિતૃકર્તવ્યનું ગૌરવ અનુભવે છે. ૬. ગૌતમ સ્વામીના ૫૦૦ તાપસ શિષ્યાને ભ. મહાવીર પાસે જતાં કેવળ જ્ઞાન થઈ જાય છે. છતાં તેઓ ગૌતમ સ્વામીને ( પેાતાના કરતાં અલ્પજ્ઞાની હોવા છતાં ) નમન કરે છે. રામકૃષ્ણ પરમહંસ
સાધનામાં ઉચ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com