________________
૫૮
ચુકવવાની ન રહી, પણ શ્રીમ”ને તેના કરતાં વધારે ચિંતા થઈ અને તેમણે તેની પાસેથી સેાદાચિઠ્ઠી લઈ ફાડી નાખી, તેને નિશ્ચિંત કર્યા. ૭. અમદાવાદના એક ભાઈ એ પાતાના પિતાનુ દેવું બાકી હતું તે બધા લેણદારાને ખેાલાવીને આગ્રહપૂર્વક ચૂકવ્યું. ૮. ગાંધીજીને માટે જેલરે જેલમાં ૧૫૦ રૂપિયાને બદલે ૩૦૦ રૂપિયા ખર્ચના મંજૂર કરાવ્યા, પણ તેમણે કહ્યું: ‘ મારી તબિયત સારી હોત તે હું સી કલાસમાં રહેત, પરંતુ ૩૫ રૂપિયાથી વધારે ખર્ચ ન લઈ શકું, કારણ કે એ બધા ખર્ચના ખાજો મારા દેશ ઉપર પડે છે. ૯. ગામડિયણ કાળી બહેનને ગરીબાઈમાં મદદ કરવા એક મણુ જાર આપવા માંડયા, પણ તેણીએ તે ન સ્વીકારી, તેને મફતનું લેવું ગમતું ન હતું.
મોટે ભાગે ગામડાઓમાં પ્રામાણિક જીવન વ્યવહારની માત્રા વધારે જોવામાં આવે છે. (તા. ૯-૧૦-૬૧)
૧૩
આજના યુગે ભારતીય સંસ્કૃતિના અવશેષા
૧. ભારતીય સંસ્કૃતિના રડચાખડચા અવશેષો આજે પણ ગામડા, પછાત વર્ગ અને નારી જાતિમાં જોવા મળે છે. વિન્દ્રનાથ ઠાકુર વગેરે સાંસ્કૃતિક દૃષ્ટાએ એટલા માટે જ ભારતીય સંસ્કૃતિ અને ભારતનાં વખાણ કર્યાં છે. મ. ગાંધીજી પોતે પણ ભારતમાં જન્મવાનું અને મેં હિન્દુ હોવાનુ ગૌરવ લેતા હતા. એટલે માત્ર ગૌરવ ગાનથી હવે કામ ચાલવાનું નથી, હવે તેા નાવડીની સામે જેમ ધ્રુવ કાંટા રહે છે, તેમ આપણે ભારતીય સૉંસ્કૃતિના ધ્રુવ કાંટા સામે રાખીને વર્તીશું તેા જ જીવન સફળ થશે... ભારતીય સૉંસ્કૃતિના પ્રથમ અ`ગના ચાર સૂત્રેા પરસ્પર સંકળાયેલાં છે. ખીજી રીતે જોઈ એ તા માતાપિતા, પછી આચાર્ય કે શિક્ષક અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com