________________
૧
ડંખ ન રાખવાથી આવું બન્યું. ઉદયપુરમાં રાણા સ્વરૂપસિંહજીએ ગરીબ હિરજનોની માગણી ન સ્વીકારી. હરિજને ત્યાંના નગરશેઠ ચપકલાલજી પાસે આવ્યા. નગરશેઠે રાણાને સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ નિષ્ફળ ગયા, છેવટે તેમણે હિરજાને સંગઠિત થઈ તે દરબારગઢની સફાઈ પ્રશ્ન ન પતે ત્યાં સુધી ન કરવાની સલાહ આપી. એથી રાણા ગભરાયા. શેઠને ખેાલાવ્યા, ઉકેલ પૂછ્યા. રોઠે તેમની માગણી પૂરવાની રાણા પાસે હા પડાવો, અને હિરજના શેઠના કહેવાથી કામ ઉપર લાગ્યા. ૫. કુલિયા કુંભારને આર્ય સમાજ ગુરુકુલના આચાર્ય હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનને મારવા માટે ખેાલાવવા આવ્યા. પણ ફુલિયાએ કહ્યું- મારાથી માણસ મારવાનું કામ ન થાય.' આચાર્યે કહ્યું-ખતમ થઈ જઈશ.' ફુલિયા કહે-મારા ઘરમાં હું, મારી પત્ની, ત્રણ બાળા અને ગાય વાછ એમ સાત પ્રાણી છીએ, ભલે મરી જઈશું, પણ ધર્મ છેાડીશું નહીં. આમ અનાક્રમણની વસ્તુ બલિદાન સિવાય આવતી નથી. ૬. યપુરના પોલિટિકલ એજ ́ટ પ્રજાને ખૂબ રંજાડતા, નજીવી બાબતમાં લેાકેાને ટીપી દેતે!, એક દિવસ પ્રાએ મળીને એને મારી નાખવાનું નક્કી કર્યું. એમ જ થયું. એને મારી નાખ્યા પછી એ ખબર બ્રિટનમાં જતાં ત્યાંથી જયપુરને તાપથી ઊડાડી દેવાના હુકમ આવ્યું. જૈન દિવાને પોતાના ગુના કબૂલીને પાતાના ઉપર બધેા દોષ વહોરી લીધો. કેસ ચાલ્યો. ફ્રાંસીની સજા થઈ, ખુશીથી સ્વીકારી. તેણે પ્રજાને મરતી વખતે સંદેશ આપ્યા કે બ્રિટિશ સરકાર પ્રત્યે ડખ ન રાખોા. ફાંસીને માંચડે ચડતાં જ હૃદ્ય બધ પડયું. પ્રજાએ ખૂબ જ ભાવથી ાહસંસ્કાર કર્યા. આ રીતે અનાક્રમણનું તત્ત્વ ભારતના લેાકેામાં પડ્યું છે. (તા. ૨૩-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com