________________
શિક્ષણસંસ્કાર, આરોગ્ય, ન્યાય અને રક્ષણ એ સપ્ત સ્વાવલંબનના કાર્યક્રમો ગ્રામસંગઠન દ્વારા દવાખાના, તળાવ, અન્નભંડાર, ખેતીના નવા પ્રયોગો, શિક્ષણ, ન્યાય(લવાદી તથા શુદ્ધિપ્રયોગ દ્વારા) રક્ષણ અને ખાદી ગ્રામોદ્યોગના રૂપે ગોઠવાયા તેમ બીજે ગોઠવાવા જોઈએ. (૩) બીજું પગથિયું “સમતા સૌ સમાચરે છે. સપ્ત સ્વાવલંબન હોવા છતાં ગ્રામ-નગર-સંધર્ષ હેય. જે આ પ્રયોગને ખાઈ જતો હોય, તેમજ ખેડૂત, ગોપાલક અને ખેતમજૂરોમાં જુદા જુદા કાયદાઓને લીધે વિષમતા હોય તો કેટલાક લેકે એમાંથી આજીવિકા અને પરિગ્રહની મર્યાદા સ્વીકારીને સમાજરચનાકાર્ય માટે નીકળે, જુદા જુદા સંગઠને ઊભા કરી આજીવિકા, ન્યાય તથા રક્ષણની ચિંતા કરે; સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત, લવાદી પ્રથા, શુદ્ધિ પ્રયોગ દ્વારા આ સંગઠનના કાર્યક્રમનું વ્યવસ્થિત સંચાલન કરે, દૂફ આપે, કેઈને નંધારાપણું ન લાગે, એ માટે ઇન્ક, સર્વસેવા સંધ વગેરે સંગઠન દ્વારા વિશ્વ સુધી પહોંચી શકીએ, એવા સામાજિક આર્થિક માનસિક વિષમતા દૂર કરવાના કાર્યક્રમો પ્રાયોગિક સંઘોએ લેવા જોઈએ. (૪) ત્રીજું પગથિયું “સર્વત્ર દિવ્યતા વ્યાપ” છે. ઉપલા બન્ને પગથિયાના કાર્યક્રમોની સાથે સાથે જે માનવ સમાજમાં જે દિવ્ય ગુણ ન વિકસે તે સમાજ રચના ધર્મમય ન થઈ શકે. એટલે અભય, સત્ત્વશુદ્ધિ વગેરે દિવ્ય ગુણોને સમાજમાં વિકસાવવાના કાર્યક્રમે દિવ્યગુણ વિકાસ પ્રાપ્ત સાધુએ હાથમાં લે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે ચારેના અનુબંધની દષ્ટિએ કાર્યક્રમો ગોઠવે. (૬) ચોથું પગથિયું “સર્વત્ર શાતિ વિસ્તરે છે. પિતાના આત્માને વિશ્વમાં વિલીન કરવાને અનુભવ અને આનંદ લેવાને કાર્યક્રમ સાધુ સમાજ માટે સંપ્રદાયમેહ અને છીછરા રાગદ્વેષથી મુક્ત ક્રાંત દ્રષ્ટા સાધુ ગોઠવે; એવો સાધુ ભવિષ્યના પરિણામને વિચારી શકે, અશાંતિ હોય ત્યાં શાન્તિ સ્થાપવાના, સમગ્ર સમાજને સ્પર્શતા, વિશ્વની રાજ્ય સંસ્થાને સામે રાખી વિશ્વ ઘડતરના કાર્યક્રમો ગોઠવે.
[તા. ૧૬-૧૦-૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com