________________
સર્વોદયને રાજનૈતિક દૃષ્ટિકોણ ૧. આજે સર્વોદયને રાજનૈતિક દૃષ્ટિકોણ “શાસનમુક્તિ અને શાસન નિરપેક્ષતા'ના સૂત્ર ઉપર આધારિત થયો છે, તેથી રાજકારણથી અતડા રહેવા, વટ ન આપવાની વાત કર્યા કરી, પરિણામે પ્રજા રોજબરોજના જીવનમાં આવી પડેલા રાજકીય પ્રશ્નોથી ઘડાતી નથી, છેવટે રાજનીતિ દાંડ તોના હાથમાં રમી જાય છે, એના ઉપર પ્રજાને અંકુશેય રહેતો નથી, અને પ્રજાસેવકેની પ્રેરણય રાજ્ય લેતું નથી; ગાંધીજીએ રાજનીતિમાં સત્ય-અહિંસાનાં તો પ્રવિષ્ટ કરાવ્યાં હતાં, તે પ્રયત્ન–રાજકારણની શુદ્ધિને કોઈ પ્રયત્ન– સર્વોદય દ્વારા ચાલતો નથી. એટલે જ્યાં સુધી શાસન છે, ત્યાં સુધી એની શુદ્ધિ-પુષ્ટિ કરવાને પુરુષાર્થ નહીં થાય અને શાસનમુક્તિની વાત કર્યા કરે છે તે હવામાં રહેશે. ૨. “રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ એ મુખ્ય સૂત્ર સર્વોદયે ઉચ્ચાર્યું. જે ભારતીય ચાતુર્વણ્ય સમાજમાં પહેલેથી અચરાતું આવ્યું હતું, કારણ કે અહીં રાજ્ય સંસ્થા ઉપર પ્રજાને અને પ્રજાસેવકે (બ્રાહ્મણે )ને અંકુશ પહેલેથી રહ્યો હતો, વચગાળામાં પ્રજાસંગઠને તૂટ્યાં, બ્રાહ્મણે ઉદાસીન અને બિનજવાબદાર થઈ ગયા; એટલે રાજનીતિ દૂષિત થઈ લેકનીતિના ઉચ્ચારણની સાથે જનસંગઠને અને જનસેવક સંગઠને ઠારા લેકઘડતરની અને રાજ્યના પૂરક-પ્રેરક (પોષકશોધક) બનવાની વાત ન સ્વીકારાય ત્યાં સુધી લોકનીતિ આવવાની નથી. લેકશાહીને લોકલક્ષી અને લેકેને ધર્મલક્ષી બનાવવાની કોઈ પ્રક્રિયા સર્વોદય પાસે આજે નથી. માત્ર વિચાર અને તે પણ પૂર્વાપર અસંગત ફેંકવાથી લેકનીતિ આવવાની નથી. એટલે સર્વોદયપ્રેરઠેએ રાજ્યસંસ્થાની શુદ્ધિ-પુષ્ટિના કાર્યક્રમો યોજવા પડશે. ૩. સત્તા છોડવાની વાત સમજાય છે, પણ સત્તા કોના હાથમાં છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com