________________
૩ર.
કરવેરારૂપે ઉધરાવતી, દરેક વસ્તુમાં પ્રજા રાજ્યાવલંબી બની ગઈ એથી વાત્સલ્યને બદલે સ્વાર્થ વધે. ભારતીય સંસ્કૃતિને અનુકૂળ આ ન હતું. પણ સ્વરાજ્ય પછી કલ્યાણ રાજ્યને અમલી બનાવવા. પ્રયત્ન થઈ રહ્યું છે. એમાં જન શક્તિ દબાઈ જાય છે. ૨. આપણે ત્યાં રાજ્યને એક પ્રકાર રહ્યો, જેમાં દુષ્ટોનું દમન, સજ્જનને સત્કાર, ગોબ્રાહ્મણ અને ચારે વર્ણોની રક્ષા કરવી, ન્યાય આપવો, રાજ્ય વ્યવસ્થા માટે કેષ વૃદ્ધિ; એ બધી વસ્તુ મુખ્યત્વે રહી. યુરોપમાં પણ રાજ્ય માટે આ જ વસ્તુ સ્વીકારાઈ. પ્રજાએ પિતાના દેહ, મકાન, મિલ્કત વગેરેની રક્ષા માટે, ન્યાય માટે રાજ્ય નામની સંસ્થા સ્વીકારી. પછી રાજ્ય ન્યાય તેલવા માટે ન્યાયાધીશ, વકીલની અને ન્યાયને અમલ કરાવવા, કાનૂન કાયદા પળાવવા માટે પિોલિસ તથા લશ્કર ઊભું કર્યું. એ બધાં ખાતાઓ તથા રાજ્યવ્યવ
સ્થા ચલાવવા માટે રેવન્યુ ખાતું ઊભું કરાયું. પછી રાજ્ય કર્મચારીઓને એ જ શીખવવામાં આવ્યું કે ન્યાયમાં ખૂબ કડકાઈ રાખે, ધાક ધમકી, દંડ અને જેલખાનાં એ જ રાજ્યનું લક્ષણ થઈ પડ્યું. રાજ્ય એટલે બળ વાપરનાર. યુરોપના દેશમાં બુદ્ધિ અને શરીરથી નબળા લેકેને ખતમ કરવા માટે રાજ્યની તાકાત વપરાઈ.
એની સામે બીજી વ્યાખ્યા આવી કે સૌમાં સરખી શક્તિ પડેલી છે, રાજ્ય પિતાની શકિતને ઉપયોગ નબળા માટે કરે તેમાં રાજ્ય અને રાજ્યકર્તા બન્નેને લાભ છે, એમાંથી મજૂર સત્તાવાદી સરમુખત્યાર શાહી આવી. એથીયે જુદી એક ત્રીજી વ્યાખ્યા કરવામાં આવી કે નબળા-સબળા સૌને વિકાસની સમાનતક મળે, સૌનું ભલું થાય, સર્વ પ્રજાનું કલ્યાણ થાય. આનું નામ કલ્યાણ રાજ્ય(Valfare state) રાખવામાં આવ્યું. રાજ્ય પાસે પોલીસ, વહીવટીતંત્ર, લશ્કર વ. છે. પ્રજાના ન્યાય, રક્ષણ, શિક્ષણ અને આરોગ્ય માટેની શકિત છે, તેને ઉપયોગ સમગ્ર પ્રજાના કલ્યાણ માટે થવો જોઈએ, એમ કલ્યાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com