________________
અશોકવાટિકામાં તેમને મળવા આવ્યા ત્યારે સીતાજીએ પિતાને રામ પાસે લઈ જવાનું કહ્યું, પણ હનુમાનજીએ “આ રાવણની ચારી કહેવાશે” એમ કહી આ અનિષ્ટ પુરુષાર્થ કરવાની ના પાડી. ૨. રામે એક બાજુથી એવું આકર્ષણ જમાવ્યું કે વિભીષણને ખેંચાઈને આવવું જ પડે; બીજી બાજુથી જ્યારે વિભીષણ ચાલી ચલાવીને રામ પાસે આવે છે, ત્યારે સાથીદારે પહેલાં અવિશ્વાસ મૂકે છે, પણ તેના ઉપર વિશ્વાસ મૂકીને પાસે રાખે છે. ૩. રામ દરિયે પાર કરવામાં લક્ષ્મણ દ્વારા કરેલ ચમત્કારને મહત્ત્વ આપતા નથી. નલ અને નીલના સહજ પુરુષાર્થને મહત્વ આપે છે. ૪. દુર્યોધન જેવો નફટ અને અપમાન કરનાર અને સરલસ્વભાવી અર્જુન અને શ્રીકૃષ્ણ પાસે મદદની માગણી કરવા આવે છે ત્યારે પહેલાં અર્જુનને અધિકાર છે, એમ દુર્યોધન પાસે કબૂલ કરાવીને પછી દુર્યોધનને નારાયણસેના અને પોતે બેમાંથી એક અનાયાસે આપવાને પુરુષાર્થ કરે છે. ૫. શ્રીકૃષ્ણ યાદવજાતિની ઉન્નતિ માટે પુરુષાર્થ કરવામાં કચાશ ન રાખી, છતાં યાદવોએ તેમની વાતને અવગણીને પિતાના ષોથી જ દ્વારિકાને વિનાશ નેતર્યો; તે વખતે શ્રીકૃષ્ણ અનાસકત રહ્યા. ૨. વ્યવહાર અને આદર્શ, ચેતન અને શરીર, સગાવહાલા અને સિદ્ધાંત એ બેમાંથી એકની પસંદગી કરવી પડે તે આદર્શ, ચેતન અને સિદ્ધાંતની કરે, પુરુષાર્થમાં જરાય કચાશ ન રાખે છતાં ફળ ન મળે તે તટસ્થ રહો. પુરુષાર્થ સાચા માર્ગને છે કે નહીં, તે વિચારે, સતત જાગૃતિ રાખો, મનુષ્ય પ્રયત્ન + ઈશ્વરકૃપા એ સૂત્ર પ્રમાણે અવ્યક્ત બળ ઉપર શ્રદ્ધા રાખો. એ રીતે અનાયાસ આયાસની સાધના થઈ શકશે. ૩. જે કમ સ્વભાવ જ હોય તે સહજ કર્મ અને જે કર્મ સ્વભાવમાં ન હોય પણ માત્ર પ્રતિષ્ઠા મેળવવા, પ્રદર્શન કરવા કે દેખાદેખી કરવા થતું હોય, તે અસહજ કમ કહી શકાય. જે કર્મ સ્વભાવમાં ન હોય, પણ આવી પડે તે તેને અનાસકિતપૂર્વક કરવું એ અનાયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com