________________
કૃષ્ણ દ્રૌપદી ચીરહરણ પ્રસંગે શીલનાં આ ત્રણે પાસાઓને લઈને બધાને વખોડી કાઢ્યા હતા. વિદુર, વિકર્ણ તથા દ્રોણાચાર્ય વગેરે બ્રાહ્મણ અને ક્ષત્રિયને ઠપકે આપ્યો કે શીલ અને સંસ્કૃતિની હત્યા થતી હોય, ત્યાં ભાગી જવું, મૂંગા રહેવું, આંખ મીંચામણી કરવી એના કરતાં જમીનમાં પેસી જવું સારું છે. ૩. શુભા ભિક્ષણીને જંગલમાં એકલી જોઈને એક લંપટ એના શીલ ઉપર આક્રમણ કરવા ધારે છે, તે વખતે નખથી પોતાના ડોળા કાઢીને આપે છે. લેહી જેઈને લંપટનું હૃદય પરિવર્તન થયું. ૪. અમદાવાદમાં સદબા નામની ચારણ બાઈને જોઈને સૂબાની દાનત બગડી, તેણે પકડી લાવવા માટે લશ્કર મેકવ્યું. જતાં પહેલાં હથિયાર લઈ તેણીએ સ્તન કાપી નાખ્યા. સમાજ તે વખતે ઊકળી ઊઠે છે. સૂબે આ બલિદાન જોઈને ડઘાઈ જાય છે. સદબાના આ બલિદાનથી સ્ત્રીઓના શીલ લૂંટવાને પ્રવાહ અમદાવાદમાં બંધ થઈ ગયો. ૪. શિવાજીના વ્યવહારથી યવન લોકોના દિલમાં ખૂબ વિશ્વાસ બેઠે કે અમારી સ્ત્રીઓના શીલ ઉપર ક્ષત્રિય આક્રમણ નહિ કરે. આ ત્રણ વસ્તુઓ શીલની અંગ બની ભારતીય સંસ્કૃતિમાં આજ સુધી રહી છે. યુરોપ છેલ્લા સૈકામાં વિજ્ઞાનવાળાઓએ દોરેલ બેટા સિદ્ધાંત ઉપર ચાલું, તેથી ત્યાં સૌન્દર્ય, રૂપ અને ભેગને મહત્વ અપાયું. ભારતમાં શીલ બચાવવા માટે ઝેર પીવા કે આપઘાત કરવાના ઘણા દાખલાઓ બન્યા છે. પણ શીલની વાત આજે સાધુઓ અને વિધવા બહેને માટે જ મુખ્યત્વે વિચારવામાં આવે છે, શીલનિષ્ઠાને વ્યાપક બનાવવી હોય તે એવા કાર્યક્રમ ગોઠવવા જોઈએ. જે નારીના શીલ ઉપર અશ્લિલ પિષ્ટર, સિનેમા વ. દ્વારા થતા આક્રમણને અટકાવી શકે. આજે આ કાર્યક્રમને અભાવે કૃત્રિમ સંતતિ નિયમન, સૌન્દર્ય પ્રસાધનના સાધનોનો ઉપયોગ, તથા ચારે બાજુના અશ્લિલ વાતાવરણને લીધે ભારતીય સંસ્કૃતિની શીલ– નિષ્ઠાના પાયા ડગતા જાય છે, એટલે આજે બ્રહ્મચર્યને સર્વાગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com