________________
અને સમાજ વ્યાપી બનાવવા માટે મૂળ તત્વ સાચવીને જૂના વિધાનમાં સુધારાવધારા કરીને નવાં મૂલ્ય ઊભાં કરવાં પડશે અને બ્રહ્મચર્યલક્ષી માતા-બહેનનું ઘડતર કરવું પડશે. (તા. ૨૭-૮-૬૧)
ભારતીય સંસ્કૃતિમાં શીલનિષ્ઠા ૧. જ્યારે ધર્મનું આચરણ સમાજમાં વરૂપે બની જાય ત્યારે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ધર્મ ત્યારે સમાજના સહજ સંસ્કારમાં વણાઈ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં શીલનાં ત્રણ પાસાં-બ્રહ્મચર્ય, સદાચાર અને સમાજ વિશ્વાસ છે. માણસ બ્રહ્મચર્ય પાળ હશે, સદાચારી પણ હશે, પણ જ્યાં સુધી પતિ પત્નીને અરસપરસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ન હોય, તથા સમાજને શીલની ખાતરી ન કરાવે ત્યાં સુધી સમાજ વિશ્વાસ નથી થતો. દાખલાઓ – ૧. રામને સીતા પ્રત્યે ખૂબ વિશ્વાસ હતો પણ જ્યારે લંકામાં અશોકવાટિકામાંથી સીતાને લક્ષ્મણ વગેરે રામ પાસે લાવે છે, ત્યારે રામ સીતાને અગ્નિપરીક્ષા આપી સમાજને વિશ્વાસ આપવાની વાત કરે છે. ૩. આમ તે દરેક વ્રત કે અનુષ્ઠાનમાં સ્ત્રીનું સ્થાન પહેલું રાખ્યું છે, પણ સ્ત્રીમાં શીલનિષ્ઠાની અનિવાર્યરીતે અપેક્ષા રાખવામાં આવી છે. લક્ષ્મણજી જ્યારે સીતાના કહેવાથી રામને વહારે ધાયા છે ત્યારે સીતાની શીલરક્ષા માટે લક્ષ્મણ રેખા દોરીને જાય છે. ૨. શીલથી કઈ પતિત ન થાય, એટલા માત્રથી શલનિષ્ઠા આવી જતી નથી, પણ એ માટે રહેણી કરણી, વાંચન, પ્રેક્ષણ, એકાંતવાસ, એકાંત ભાષણ, સ્પર્શ, ખાનપાન વગેરે ઘણી બાબતમાં સાવધાની રાખવી પડે છે. દાખલાઓ ભ. બુદ્ધના સાધુઓ એક વખત રાત્રે એક ઘેર ભિક્ષાર્થે ગયા, ત્યાં
T
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com