________________
આજે તે નારી જાતિની દણ દુર્દશા છે. આપધાત, અનિસ્નાન, કન્યાવિક્રય, કજોડાલડન વગેરે દુઃખ એને ભોગવવા પડે છે, એથી માતૃજતિની સહનશીલતા અને શકિતનો પરિચય મળે છે. જે લેકે વિકારી છે, તેઓ ભલે શીલ ક્ષા ન કરી શકતા હોય, પણ તેમનું માથું શીલવતી માતા-બહેન આગળ નમી જાય છે; અથવા તત્કાળ હૃદય પલટો થઈ જાય છે. તેની પાછળ ભારતીય સંસ્કૃતિમાં માતૃપૂજાના પડેલા સંસ્કારો જ છે. આજની નારી જતિમાં જે માતૃર પડયાં છે, તેને સંકલિત કરીને જેવું જોઈએ. આવાં માતૃસંગઠને દ્વારા જ્યારે માતાઓના પ્રશ્નો ઉકેલાશે, ત્યારે નવી પરિસ્થિતિ સર્જાશે.
(તા. ૨૧-૮-૬૧)
ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન
૧. શીલમાં ત્રણ પાસાઓનો સમાવેશ થાય છે–૧. બ્રહ્મચર્ય, ૨. સમાજને વ્યાપક સદાચાર અને ૩. સમાજમાં નારીને શીલ– સુરક્ષાને વિશ્વાસ. સામાન્ય રીતે શીલને અર્થ બ્રહ્મચર્ય કરવામાં આવે છે. પણ બ્રહ્મચારી માણસ દારૂડિયે, કુવ્યસની કે દુરાચારને પ્રોત્સાહન આપનાર હોય તે તે શીલવાન નથી ગણાત. એટલે સમાજના વ્યાપક સદાચાર તથા નારીની શીલસુરક્ષા પ્રત્યે નિઃશંકતા હોય તો જ શીલ ગણાય. દા. ત. ૧. સુલોચના(મેઘનાદની પત્ની ) મંદોદરી(પિતાની સાસુ)ને પોતાના પતિનું માથું લેવા રામની છાવણીમાં જવા માટે પૂછે છે, ત્યારે તેને મંદોદરી ખુશીથી જવા માટે રજા આપે છે; કારણ કે રામે વનવાસમાં સીતાને પત્નીભાવે નથી જોઈ, હનુમાને ભાંગફેડ લંકામાં કરી, પણ તેની આંખ પવિત્ર હતી. સમાજમાં સ્ત્રીનું શીલ સુરક્ષિત રહે, તે માટે જ રામે વાલી વધ કર્યો હતો. આ રીતે રામયુગમાં શીલનું મહત્ત્વ હતું. ૨. કૃષ્ણયુગમાં ભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com