________________
૪૬
6
માતા સમાં જ ગણ્યાં હતાં. ૨. ધ્યાનંદ સરસ્વતી પાસે ‘તમારા જેવા પુત્ર જોઈ એ, એટલે મને સ્વીકારે' એવી વાત એક બાઈ એ કરી ત્યારે તેમણે કહ્યું: · માતા, તું મને જ તારા પુત્ર માની લે.' ૩. છત્રપતિ શિવાજી પાસે જ્યારે એમના સિપહસલાર એક સુંદર સ્ત્રીને પકડીને લાવ્યા, અને ભેટરૂપે ધરી ત્યારે શિવાજીએ કહ્યું— ‘ આવી રૂપાળી માતાની કુખથી જન્મ્યા હાત તે કેવું સારું થાત.' એને મુકત કરીને ઠેકાણે પહાંચાડી. ૪. વીર દુર્ગાદાસ પાસે જેલમાં ઔર ગજેબની બેગમ ગુલેનાર પોતાને સ્વીકારવાની માગણી કરે છે, રાજ્યનું પ્રલાભન આપે છે, પણ દુર્ગાદાસે કહ્યું– · રાજપત્ની હાઈ તું મારી માતા છે; હું આ વાત ન સ્વીકારી શકું.' પ. ભ. બુદ્ધના યુગે મૃગધર શેઠે પોતાની પુત્રવધૂ વિશાખાની મદદથી ધણા અટપટા ગૂચવાતા રાજકીય પ્રશ્નો ઉકેલ્યા, તેથી એના ઉપકાર માની તેને ‘ માતા ' તરીકે સખાધી, પ્રસેનજિત રાજાએ તેને ‘રાજગિની ’ માની. ૨. મહિલાએ તરફથી પુરુષોને વિકારવશ થતાં સ્થિર કરવામાં આવ્યા છે. દા. ત. રાવણ જ્યારે સીતાને પટરાણી બનાવી દેવાનુ પ્રલાભન આપે છે અને સામે જોવાનુ કહે છે, ત્યારે સીતા રાવણને પતંગિયાના પ્રકાશની સાથે સરખાવે છે અને તરણું આડું ધરીને જુએ છે. પણ રાવણ સીતાના તેજ સામે જોઈ શકતા નથી. માથું નીચું કરી લે છે. ૨. વિકારવશ થયેલ રહનેમિમુનિને સતીરાજીમતી સમજાવીને સ્થિર કરે છે. ૩. મીરાંબાઈ દુરાચારી સાધુને ટંકાર કરીને સાચાસ ́ત બનાવે છે. ૪, ગાસ્વામી તુલસીદાસજીને તેમના પત્ની સ્ત્રીશરીર ઉપાસનાથી પ્રભુ ઉપાસના તરફ પ્રેરે છે. ૫. બિલ્વમ ગલને ચિતામણિ વેસ્યા સાંકડા સ્વાર્થમાંથી કાઢીને પરમાર્થ તરફ પ્રેરે છે. આ રીતે માતાએ પેાતાનુ માતૃત્વ સાચવીને પુરુષોને પ્રેર્યા છે, તેમજ પુરુષોએ પણ સ્ત્રીજાતિમાં પડેલા માતૃત્વની પૂજા–પ્રતિષ્ઠા કરી છે. આવા સ`સ્કાર ભારતમાં પડયા છે; માત્ર એ સ`સ્કારાને જાગૃત કરવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com