________________
પર
બનેને ઝઘડે મટાડવા તરત રામ આવે છે; પિતાના વચનને સત્ય કરવા ખાતર પિતે રાજ્ય તથા કુટુંબ બધું છોડીને વનમાં જાય છે. ૨. રામને ગુહરાજ ઘેર પધારવાની વિનંતિ કરે છે, પણ તાપસ વેષ લઈને વિચારવાની ૧૪ વર્ષની પ્રતિજ્ઞા હોઈ તેઓ આ આગ્રહને સત્ય ખાતર નમ્રતાથી ટાળે છે. ૩. “પિતાજી પ્રાણ છોડી દેશે, એટલે પ્રતિક રૂપે વનપ્રવેશ કરીને પાછી અયોધ્યા ફરે'એમ જયારે સુમંત સારથી રામને દશરથ વચન કહે છે, પણ રામ પરમ સત્યના આગ્રહી હોઈ એને સ્વીકારતા નથી. ૪. વિભીષણ પહેલ વહેલાં રામ પાસે આવે છે, ત્યારે બધા સાથી તેને અવિશ્વાસની નજરે જુએ છે, પણ રામ ત્યાં અંતરમાં પડેલા અવ્યક્ત સત્યને આચરવા માટે તેના પ્રત્યે અવિશ્વાસ મૂકતા નથી ૫. વિભીષણ પિતાના રાજ્યાભિષેક વખતે રામને નગરમાં પધારવાની વિનંતિ કરે છે પણ પિતૃવચનને સત્ય કરવા માટે પિતે જતા નથી, લક્ષ્મણ અને વાનર સાથીઓને મોકલે છે. ૬. દ્રૌપદીના ચીર હરણ વખતે બધું જ બહારનું ગયેલું હતું પણ ભીતરનું સત્ય પ્રકાશમાન હતું. આ સત્ય પ્રકટાવવા ભ. શ્રીકૃષ્ણ આવે છે. ૭. ભ. મહાવીરે અંતરમાં પડેલા સત્યને જગત આગળ પ્રત્યક્ષ કરવા અભિગ્રહ કર્યો, અનાર્ય દેશમાં ગયા, કષ્ટ સહ્યા. ૮. ધર્મરૂચિ મુનિએ ગુરુની આજ્ઞા કરતાં સત્યની આજ્ઞા સર્વોપરિ માનીને કડવા તુંબડાનું શાક પિતે ખાધું. ૯. તોરલે જેસલના પાપ ખુલ્લો કરાવ્યા, સત્ય પ્રગટ કર્યું, એટલે નાવડી ડૂબતી અટકી. ૧૦ ગાંધીજીએ સત્યને માટે પોતાના પક્ષમાં આવેલ ચુકાદ ફગાવી દીધો. ૫. જૈનધર્મમાં શીલને સમાજમાં પ્રતિષ્ઠિત કરવા માટે જુદી જુદી કથાઓ ગોઠવાઈ સમાજ સમક્ષ શીલ વ્રત સ્વીકારાય છે; જ્યારે હિંદુધર્મમાં સત્યને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે સત્યનારાયણની કથા ગોઠવાઈ, સત્યને નારાયણનું સ્વરૂપ અપાયું. એમાં ચારે વર્ણના પુરુષો અને મહિલાઓ, જે જે વર્ણના હોય તે તે વર્ણના કર્તવ્યો સત્યના ન્યાસને સંકલ્પ કરીને પાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com