________________
૪૦.
૨. જનકવિદેહી રાજ્ય કરતી વખતે ગળાડૂબ દરેક પ્રશ્નમાં ઝીણવટથી પડતા, પણ શ્રોતા બન્યા તે વખતે મિથિલાની મમતા ન રાખી. ૩. કસ્તૂરબા મ. ગાંધીજીના એક સામાજિક સાથી હોવાને લીધે તેમની સાથે ગાંધીજીનું તાદાત્મ્ય હતું, પણ બીમારી વખતે જેલમાં બાપૂને મળવાની ઈચ્છા દર્શાવી, પણ બ્રિટિશ સરકારની માફી માગીને મળવામાં સિદ્ધાંત ભંગ દેખાતો હોઈ મળવા માટે તટસ્થ રહ્યા. ૪. રામ પિતાના વચનથી ૧૪ વર્ષના વનવાસે નીકળ્યા, પછી પિતાએ કહેવડાવ્યું, માતા કૈકેયીએ પણ કહ્યું છતાં પાછા ન ફર્યા. પિતૃશ્રાદ્ધ ન કર્યો, જટાયું શ્રાદ્ધ કર્યો. ૫. સ્વરાજ્યની લડતમાં તદાત્મ છતાં
સ્વરાજ્ય મળ્યા પછી પોતે રાષ્ટ્રપતિ પદ માટે ગાંધીજી તટસ્થ રહ્યા. સાબરમતી આશ્રમમાં પગ ન મૂકો. ૨. કેટલાક લેકે તટસ્થતાને અર્થ તીરે ઊભા રહેવું કરે છે, અંદર જઈએ તો સંસારના રગડાઝગડામાં પડી જવાય. પણ જે અંદર નથી ઝંપલાતા, તેમને સાચાં મોતી મળતા નથી. મારા ભડિયાદ ચેમાસા વખતે શ્રી રવિશંકર મહારાજે ચૂંટણીમાં રસ ન લેવાની ઈચ્છા દર્શાવી, ત્યારે મેં કહ્યું– આપના જેવા ચૂંટણીમાં રસ નહીં લે તો પ્રજા સારું નરસું શી રીતે પારખી શકે ? રાજકારણમાં રસ લેવાને અર્થ એ નથી કે અંદર (પદ ઉપર) જવું પણ બહાર રહી પ્રજાને રાજકારણની રીતે ઘડવી; એ છે. એટલે તટસ્થને સાચે અર્થ છે–અંદર પડીને જે બીજાને બચાવી બહાર નીકળે.”
(તા. ૨૪-૭-૬૧)
ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે ભારતીય સંસ્કૃતિનું ચોથું અંગ છે–અનાયાસ-આયાસ. અનાયાસ એટલે પ્રયાસ કર્યા વગર અને આયાસ એટલે પ્રયત્ન કરવો તે. એટલે કે પુરુષાર્થ કરવો પણ સહજભાવથી, બળાત્કાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com