________________
૩૦ પિતા પ્રત્યે વિનય તે શરૂઆતથી હોય જ. ગુરૂઓ પ્રત્યે પણ આથીજ લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિનયની લાગણી હતી. અતિથિ પ્રત્યે તો આજે પણ ભારતમાં બીજા દેશો કરતાં સારી લાગણી છે. અમેરિકાથી હમણાં એક બહેન આવેલાં. તેમને અમે પૂછ્યું કે તમે ભારતમાં સારું શું જોયું ? ત્યારે તેમણે કહ્યું “અતિથિ સત્કાર.” બ્રાહ્મણ અને લેક સેવક પ્રત્યે પૂજ્ય બુદ્ધિ તો એટલા માટે છે કે તે સંસ્કૃતિના રક્ષક છે. સંત વિનોબાજી જ્યારે પગપાળા દિલ્હી ગયેલા ત્યારે મોટા-મોટા નેતાઓ અને પ્રધાને તેમને લેવા ગયેલા વિદેશી પત્રકારે તો આશ્ચર્યમાં પડી ગયા. આ વસ્તુ ભારતીય સંસ્કૃતિના ખમીરમાં પડેલી છે. ભારતના લેકે વિદેશમાં માત્ર પૈસા કમાવા માટે નહોતા ગયા, ગાંધીજી આફ્રિકા વકીલાત કરવા ગયા હતા, પણ ત્યાં ભારતને કેસ લડવા લાગ્યા. આફ્રિકામાં થતાં ભારતીય જને ઉપરને ત્રાસ મટાડવા માટે સત્યાગ્રહ કર્યો. ભારતે બીજા દેશ ઉપર ચાલી ચલાવીને આક્રમણ કદી નહોતું કર્યું. ભારતની સંસ્કૃતિમાં તાદામ્ય સાથે તાટશ્ય પણ રહ્યું છે. ભરતે જ્યારે જોયું કે માતાએ મારા સ્વાર્થ માટે મોટા ભાઈ પ્રત્યે અન્યાય કર્યો છે, એટલે માતા સાથે આત્મીયતા (તદાત્મતા) હોવા છતાં એ પ્રસંગે તાટસ્થ (વિરોધ) રાખ્યું. ગાંધીજીએ રળિયાત બહેનને હરિજન પ્રવૃત્તિ ન ગમવાને લીધે તેમની સાથે તાદામ્ય સાથે તાટસ્થ રાખ્યું. તા. ૧૭-૭-૬૧
ભારતીય સંસ્કૃતિનાં મહત્વનાં અંગો
૧. ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય આઠ અંગો પૈકી ત્રીજુ અંગ છે–તાદામ્ય સાથે તાટસ્ટટ્ય રાખવું. એના ઉદાહરણો–૧. ભરતજી માતા કૈકેયી પ્રત્યે વફાદાર હતા. પણ કર્તવ્ય વખતે વિરોધમાં રહ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com