________________
કારી રાજ્ય મનાતું. એ પ્રમાણે ભારતે પણ સ્વતંત્ર થતાં જ બધાં જ ખાતાં સંભાળ્યા. સ્વરાજ્ય બાદ જે કે ભારતે પોતાનું ધ્યેય હવે બદલી નાખ્યું છે, છતાં રાજ્ય કર્મચારીઓ, અમલદારો હજુ રૂઆબ અંગ્રેજી રાજ્ય જેવો જ ચલાવતા હોય છે. અમલદારશાહી, લાગવગ, લાંચરૂશ્વત, જોહુકમી હજુ પહેલાની જેમ ચાલે છે. જો કે આપણે ત્યાં શિક્ષણ અને દવાની સગવડ, વૃદ્ધાવસ્થામાં સગવડ, સમાજ કલ્યાણ બોર્ડ દ્વારા અનાશ્રિત, અપંગ, અનાથ, વેશ્યા વ.ને સંસ્કારી બનાવવાનાં કાર્યો, દુષ્કાળ, બેકારી, રેગચાળે વ. થાય તે સરકાર કામ આપે, રાહત આપે. પાણીની સગવડ, બેકારી ઘટાડવા માટે પંચવર્ષીય યોજનાઓ વ. કલ્યાણ રાજ્યની દિશામાં કાર્યો કોગ્રેસ કરી રહી છે. આપણે ત્યાં ન્યાયતંત્ર, પોલીસતંત્ર અને વહીવટી તંત્ર (અમલદારીતંત્ર)ના ખાતાં ખરાબ છે; તેથી પ્રજામાં હતાશા વ્યાપી છે. સમાજવાદી રાજ્યમાં પણ આ કલ્યાણ રાજ્યની નીતિ સ્વીકારાઈ, પણ એથી લેકે એટલા બધા પરાધીન થઈ ગયા કે કઈ માંદે પડે તે ઘરવાળા એની સારવાર ન કરે, ઈસ્પિતાલને ખબર આપે ને તે લઈ જાય. સમાજમાં બેજવાબદારી વધવા લાગી. રાજ્યમાં વાત્સલ્ય, સંવેદના, ઉદારતા, કરુણા વગેરે ગુણે ક્યાંથી હોય ? પ્રજા ઘડતર રાજ્ય ન કરી શકે, જનસંગઠન અને જનસેવક સંગઠને કરી શકે. એટલે જ વિશ્વ વાત્સલ્ય પ્રયોગ કહે છે કે માનવમાં પડેલી સત્તિઓ અને સ્વતંત્રતાને વિકાસ થવો જોઈએ, એ કામ સંગઠન દ્વારા જ થઈ શકે, રાજ્ય માત્ર મદદરૂપ થવું જોઈએ. સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એ સંગઠને જ પિતાની નીતિ ઘડે, કાર્ય કરે. રાજ્ય માત્ર રાજકીય ક્ષેત્રે કામ કરવું જોઈએ.
(તા. ૧૩-૧૧-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com