________________
મજૂર માલિક વચ્ચે આંતરવિગ્રહ ઊભો કરાવી દેત, એ ભૂતને એણે અટકાવ્યું. ચોથી વસ્તુ છે, જે દેશની શ્રદ્ધાનું વહન કરે છે તે બહેને, ગ્રામજને અને પછાત વર્ગની ભાવુક ધર્મશક્તિ. જ્ઞાનની કક્ષાએ શક્તિ મર્યાદિત હોવા છતાં ધર્મદષ્ટિએ શ્રદ્ધા પોતપોતાના ધર્મ અને ધર્મગુરુઓમાં વહેંચાયેલી છે. એ ત્રણે સંકલિત નથી, અને એ ત્રણેને સંકલિત કરવાની જવાબદારીવાળા ધર્મગુરુઓ સામસામે લડીને પિતાની શક્તિ વેડફી રહ્યા છે. બાપુ વખતે આ શક્તિ ઘડાઈ ન હતી, આજે પણ ઘડાઈ નથી. અને રણની રેતીમાં નદીના પ્રવાહની જેમ શક્તિ વેરવિખેર થઈ ચૂકાઈ ગઈ છે.
વિશ્વ વાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી એ ઊભી થઈ છે કે એક બાજુથી પં, જવાહરલાલજીની શક્તિ સુદઢ બનાવવી, એ શક્તિ વિશ્વમાં વધારેમાં વધારે કામ કરતી થાય, એ રીતે મદદ કરવી; બીજી બાજુ વિનોબાજીના વિચારથી જે પ્રયોગો અને કાર્યકરે, એમના દ્વારા ઊભા થયા છે, તેમને સંકલિત કરવા, પ્રતિકિત કરવા અને લેકઘડતરનું કામ કરી શકે, એ રીતે મદદ કરવી. ત્રીજી બાજુ ઇન્ટકનાં સંગઠને શહેરોમાં ઊભાં થયાં છે, ગામડાંમાં ખેડૂત– ભરવાડ વચ્ચે કે ખેડૂત–વસવાયા વચ્ચે સંઘર્ષ વધ્યા છે, ખેતમજૂર અને ખેડૂતો વચ્ચે આજીવિકાનાં સાધનને લીધે ઘર્ષણ થાય છે, આ બધા ગ્રામજનેને સમજાવી નૈતિક રીતે સંગઠને ઊભા કરવાં અને ઈટુક અને ગ્રામ સંગઠન બન્નેની શકિતને અનુબંધ થાય, એવો પ્રયત્ન કરવો. સર્વોદય વિચાર ગ્રામઆયોજન તથા ક્ષેત્ર આયાજનમાં માને છે. એ બન્નેનું ઘડતર ગ્રામલોકે દ્વારા જ થશે, એમ માને છે, પણ વિશ્વ વાત્સલ્ય વિચાર પ્રયોગ પછીના અનુભવથી સંસ્થાઓ દ્વારા ગ્રામઘડતરમાં માને છે, માટે હવે વ્યાપક ગ્રામસંગઠન અને સમગ્ર ક્ષેત્ર સંગઠનને વિશેષ પ્રયોગ દ્વારા ધર્મની ભાષામાં સમજાવી નવો ઘટ આપવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com