________________
૩૧
વિચાર મૂકાયે, પણ એને પ્રયોગ તે સુસંગઠન દ્વારા જ થઈ શકે, જેમાં વિનોબાજી પડતા નથી. દંડનિરપેક્ષ લેકશક્તિ ત્યારે જ ઊભી થઈ શકે જ્યારે જ્યાં-જ્યાં હિંસા થાય, અન્યાય-અત્યાચાર થાય ત્યાં હિંસાને બદલે અહિંસાના પ્રયોગો કરીને બતાવાય, તે બતાવાતા નથી. રાજ્યના હાથમાં પ્રજાએ વ્યવસ્થા અને સલામતી કરવાને અધિકાર સોંપ્યો છે, પણ સર્વોદય કાર્યકરોએ પહેલાં તે હિંસા ન ફાટી નીકળે, એના ઉપાયો કરવા જોઈએ, પછી જે હિંસા ફાટી નીકળે તો ત્યાં હેમાવા માટે [ અનુબંધ રાખીને ] જવું જોઈએ. તપ-ત્યાગ દ્વારા શાંતિ સ્થાપિત કરવી જોઈએ, જેથી સરકારને દંડશક્તિ-(કાયદા-કાનૂન, કોર્ટ, પિોલીસ, લશ્કર, શસ્ત્ર-અસ્ત્રાદિ વ.)ને પ્રયોગ ઓછામાં ઓછો કરવો પડે, લવાદીપ્રયોગ અને શુદ્ધિપ્રાગ દ્વારા અહિંસક રીતે ઝઘડા પતાવવા, પ્રશ્નો ઉકેલવા જોઈએ; જેથી કરીને અહિંસાની તાલીમ મળે, હિંસાની નિષ્ઠા ઘટે, અહિંસા ઉપર શ્રદ્ધા વધે. એ બધું કર્યા વગર દંડનિરપેક્ષ લેકશક્તિની વાત હવામાં રહેવાની. બીજો વિચાર એ મૂક્યો કે કેન્દ્રીય સરકાર પાસે ઓછામાં ઓછી સત્તા રહે, પણ એ સત્તા ઓછી કરવા અને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્ર એની પાસેથી આંચકી લેવાને અને પંચાયતોમાં ગ્રામ સંગઠનના નૈતિક પ્રતિનિધિત્વ દ્વારા રાજકીય ક્ષેત્રની સત્તાના વિકેન્દ્રીકરણને કશે જ પ્રયોગ ન કરે તે એ વિચાર લોકોને આજનારે લાગે, પણ કાર્ય કશુંય થતું નથી.
આમ વિચારમાં સર્વોદય અને વિશ્વ વાત્સલ્યમાં ઝાઝે ફેર નથી રહે, પણ આચારમાં વિશ્વાત્સલ્ય આ બધાને પ્રયોગ કર્યો છે, તે સર્વોદયે અપનાવી લેવો જોઈએ. જે વિશ્વવાત્સલ્યના રાજનૈતિક દષ્ટિકોણથી સર્વોદયને રાજકીય દૃષ્ટિ કેણ વ્યવહારમાં અથડાતે ન હોય તે બન્ને [ સત્તાનિરપેક્ષ તે છે જ] એ સાથે મળીને કામ કરવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com