________________
ખાદી ગ્રામોદ્યોગ બર્ડ, નઈ તાલીમ સંધ, મજૂર મહાજન, કસ્તૂરબા ગ્રામસેવા મંડળ વગેરે સંસ્થાઓ અને સંગઠને ઊભાં કર્યા. આ ત્રણે પાસાંઓના અનુસંધાનમાં ત્રણ કક્ષાઓ ઊભી કરી. ૩. આજે સર્વોદયના કાર્યક્રમમાં આ ત્રણ પાસાંઓ છે કે નહીં, તે વિચારીએ – વિનોબાજીના વિચારમાં નિશ્ચયનયની-આદર્શની-વાત છે. તેઓ કહે છે કે, જેમ પિલિસ વિના માત્ર સિગ્નલથી વાહનવ્યવહાર ચાલે છે, તેમ કેઈની દેખભાળ કે નિયંત્રણ વગર સમાજને જીવન વ્યવહાર ચાલ જોઈએ. અને તે માટે નિધિ, તંત્ર, પક્ષ કે બંધને ન હોવા જોઈએ. પિતાની સર્વસ્વ શક્તિ ઈશ્વરને સમર્પિત કરીને ચાલનારા જીવનદાની અને કોઈ પણ પંથ, પક્ષ, સંસ્થા સાથે નહીં બંધાયેલા સંતની કક્ષાવાળાઓ માટે ઉપલે કાર્યક્રમ છે. પણ આજે જ્યારે દરેક અગ્ય ગૃહસ્થાશ્રમી કાર્યકર એનું અનુકરણ કરવા જાય છે, ત્યારે ગેટાળે ઊભે થાય છે. બીજી કક્ષાની આધ્યાત્મિક સંસ્થાઓ ઊભી કરી, બ્રહ્મવિદ્યામંદિર, સમન્વય આશ્રમ, વિશ્વનીડમ વગેરે. સર્વ સેવાસંધ દ્વારા જે કાંઈ કાર્યો થાય, તેમાં જે શ્રીમંત, રાજ્ય કે બોર્ડ મદદ કરે, તે લેવાના નિર્ધારની સાથે-સાથે
જ્યારે રાજ્યની પકડ જોઈ, ત્યારે સંસ્થા છેડવાને કાર્યક્રમ ઉપાડ; પણ દુર્ભાગ્યે આ સંસ્થાઓ દ્વારા કાર્યકરનું ઘડતર ન થયું. ગાંધીજી જેમ સંસ્થાની વચ્ચે રહીને ઘડતર કરતા, તેમ વિનેબાજી નથી કરતા. એ તે પિતાને પ્રજાસૂયયજ્ઞને ઘેડો માને છે, કાર્યકરે. પણ તેમનું અનુકરણ કરીને ફર્યા કરે છે. એ કાર્યકરને નથી વ્યવહારજ્ઞાન, નથી તે સંધ શ્રદ્ધા. એટલે વિચારની સાથે આચરવા અચરાવવાની વાત સર્વોદયના કાર્યક્રમોમાં ખૂટે છે, તેની પૂર્તિ થવી જોઈએ.
(તા. ૩૦-૧૦-૬૧).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com