________________
૨૬
એ સિદ્ધાંત વાકયાને વ્યવહારમાં મૂકવા માટે નૈતિકજન સૉંગઠને ન રચ્યા; જનતાને તાલીમ ન આપી, રાજકારણથી જનતાને અતડી રાખીને રાજ્યની શુદ્ધિ ન કરાવી શકયા. સૌમ્ય સત્યાગ્રહની વાત કરી, પણ તેને અમલી રૂપ ન આપ્યું. . આ રીતે લગભગ બધા જ સિદ્ધાંત વાકયેા હવામાં રહ્યા. કાઈ પણ ક્રાંતિ એકલી વ્યક્તિ દ્વારા કે વ્યક્તિઓના ટાળાંએ દ્વારા થઈ જ ન શકે. મ. ગાંધીજએ એટલા માટે જ સંગઠને ઊભાં કર્યા હતાં, પણ એ વ્યકિત દ્વારા માનવા લાગ્યા. આ બધા કારણાને લઈ ને આધુનિક સર્વોદયે આધ્યાત્મિકતાના પુટ જરૂર આપ્યા, પણ વેદાંતની જેમ એ પણ એક વિચાર પ્રધાન શબુમેળા થઈ ગયા. (તા. ૨૩-૧૦-૬૧)
૧૫
સર્વોદયના કાર્યક્રમ અને ખૂટતાં તત્ત્વ
૧. કાઈ પણ કાર્યક્રમ હોય એની સાથે ૪ વસ્તુએ મુખ્ય હેવી જોઈ એ- ૧. સર્વાંગી દૃષ્ટિ, ૨. વ્યવસ્થા, ૩. સુસંગઠને સાથે અનુબંધ અને ૪. સાતત્ય. સર્વોદયના નવા કાર્યક્રમા(ભૂદાનાદિ) સંત વિનાબાજી નિમિત્તે ઊભા થયા. એક વાર તે એની હવા આખા દેશ અને દુનિયામાં ફેલાઈ; પણ પછી કેટલાક કાર્યકરોની દૃષ્ટિ સર્વાંગી ન હોવાને લીધે, વિચાર પ્રચારની સાથે તેવાં ગ્રામ સંગનાના અનુબંધ ન હોવાને લીધે અને વ્યવસ્થા શકિત દ્વારા લાક ધડતર ન હોવાને લીધે ભૂદાનથી માંડીને ગ્રામદાન સુધીના કાર્યક્રમામાં ગેટ આવી. કા કોના નિર્વાહ માટે ગાંધી નિધિને સહયેગ મળ્યા; પણ એના ખર્ચ ઉપર બરાબર નિયંત્રણ ન રહ્યું; ગમે તેવા કાકરાની ભરતી થવા લાગી. એટલે વિનાબાજીએ ક’ટાળીને નિધિમુતિને તથા સંસ્થાએથી કા કરાને મુકત રાખવા માટે ત ત્રમુકિતના કાર્યક્રમ મૂકયા; પરિણામે વ્યવસ્થા બગડી. રાજકારણથી માંડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com