________________
૧૩
વિશ્વવાત્સલ્યના કાર્યક્રમ
સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો,
સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરે.”
એ ચારેય સૂત્રોમાં વિશ્વ વાત્સલ્યના કાર્યક્રમો આવી જાય છે. (૧) બધા પ્રકારે બધા સુખી થાઓ' એ સૂત્રમાં સૂચવ્યું છે કે જેમ આંખમાં કાણું પડયું હોય તે જ્યાં સુધી ન નીકળે, ત્યાં સુધી સંતોષ ન થાય; તેમજ દેહનું દુઃખ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી સંતોષ ન થાય. માટે સૌથી પહેલાં દેહ દુઃખથી મુક્ત કરવાને કાર્યક્રમ હોય. ભાલમાં પાણીનું દુઃખ હતું, આજે તો આ દુઃખ મટી રહ્યું છે. પાણીને ત્રાસ હોય ત્યાં સુધી ભજન કે ધર્મ ન થઈ શકે, તેમજ અન્નને ત્રાસ હોય તે, માણસ નીતિ-ધર્મ ન પાળી શકે. ત્રીજું દુઃખ વસ્ત્ર અને વસાહતનું છે, તે માટે ભાલમાં નાનાકડો પ્રયોગ થયો. એથું દુઃખ એ ત્રણે દુઃખોથી મુક્ત હોવા છતાં રક્ષા માટે નિરાંત ન હોય તો થાય છે. સલામતીની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ખેડૂતોને પિતાની ખેતી વગેરે સુધારવાનું મન થતું નથી. એટલે તનને સુખ આપવું, એ પહેલે કાર્યક્રમ થયે. (૨) કેટલીક વખત આ બધી ઉપલી સુખસગવડો હોવા છતાં માણસ ઈર્ષ્યા, અસંતોષ, બિનઆવડત વગેરેને લીધે દુઃખ ભોગવે છે, તેને નિવારવા માટે શિક્ષણસંસ્કારને કાર્યક્રમ હેવો જોઈએ, કેટલીક વખત શિક્ષણ મળ્યા છતાં અન્યાય થયો હોય, અગર તો શરીરમાં રોગ થયે હોય, તેને નિવારવાનાં સાધને ન મળે તે દુઃખ રહે છે, એટલે શિક્ષણ, ન્યાય અને આરોગ્યરક્ષણ, એ કાર્યક્રમો મને દુઃખ દૂર કરવા માટે ભાલમાં જાયા. આમ અન્ન, વસ્ત્ર, વસાહત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com