________________
૧
અન્યાય-અનીતિ ન કરવી પડે, એની જવાબદારી પોતાની સમજીને પૈસા કે સાધનથી સહયાગ આપવાની ફરજ છે. ધારાનગરીના જિનદાસને ગરીબાઈ ને કારણે જિનપાલશેઠના હારની ચોરી કરવી પડી, તેમાં જિનપાલશેઠે પેાતાની ભુલ કબૂલી અને પ્રાયશ્ચિત્ત લીધું. ૩. વ્યકિતગત માલિકીની જેમ સંસ્થાગત, રાષ્ટ્રગત પણ માલિકી હોય છે, એટલે વ્યકિતગત માલિકી ઉપર મર્યાદા મૂકતી વખતે જેમ વ્યવસાય મર્યાદા અને વ્યાજના ધંધા તરીકે ત્યાગ કરવાના હોય છે, તેમ સસ્થા અને રાષ્ટ્રની માલિકી ઉપર પણ મર્યાદા મૂકવી જોઈએ. જે રાષ્ટ્ર સમગ્રરાષ્ટ્રની માલિકી રાખે કે જેથી વિચાર અને વાણીનું સ્વાતંત્ર્ય હણાય, તેના ઉપર મર્યાદા મૂકીને વિકેન્દ્રીકરણ કરવું જોઈ એ. રાજ્યસ સ્થાએ રાજ્કીય સિવાયના ક્ષેત્રાનું વિકેન્દ્રીકરણ કરીને જનસગઢના અને જન સેવક સંગઠનાને સાંપી દેવા જોઈએ. સંસ્થામાં સંપત્તિના વધારા શાણુ અને ખીન્ન અનિષ્ટ જન્માવે છે, માટે એના ઉપર પણ મર્યાદા મૂકવી જોઈ એ. ૪. પૈસાઘર માણસ ધનને ટ્રસ્ટી રહી, વખત આવ્યે સમાજને ચરણે અર્પણુ કરતા, એવી વૃત્તિ ભૂતકાળમાં હતી, તેવી આજે હોવી જોઇએ; તે જ સમાજની માલિકી ઉપર મર્યાદા આવી શકે. આ રીતે વ્યકિત, સમાજ, સંસ્થા, રાષ્ટ્ર અને રાજ્ય બધાયને માટે માલિકી હક મર્યાદા હાય તે। આ વ્રત વિશ્વવ્યાપી બની શકે. એક રાષ્ટ્ર ખીન્ન રાષ્ટ્રને કબ્જે કરવાની તથા શસ્ત્ર અસ્ત્ર, સેના વૃદ્ધિ કરવાની લાલસા રાખે છે, તે ઓછી થાય ૫. સાધુ સંસ્થાએ પણ વસ્ત્ર, પુસ્તક, સ્થાન, ઉપકરણુ, શિષ્ય વગેરેની માલિકી ઉપર મર્યાદા મૂકવી જોઈ એ. ૬. વ્યવસાય મર્યાદામાં ધંધાની મર્યાદાની જેમ રાષ્ટ્ર તથા સમાજને ધાતક સટ્ટો, વ્યાજ દારૂ,માંસ વગેરે ધધાના ત્યાગ આવી જાય છે.
[તા. ૯-૧૦-૬૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com