________________
૧૦
વિધવાત્સલ્યમાં બ્રહ્મચર્ય વિચાર
(1) વિશ્વ વાત્સલ્યની સાથે બ્રહ્મચર્યને ઊંડો અને નજીકને સંબંધ છે. એટલે બ્રહ્મચર્યવ્રત વગર વિશ્વ વાત્સલ્યની નિષ્ઠા ટકી શકતી નથી, કારણ કે વાત્સલ્યનું મૂળ ચિતન્ય છે અને વિશ્વચૈતન્યમાં વિચરણ કરવું એનું નામ જ બ્રહ્મચર્ય છે. આજે બ્રહ્મચર્યને સમાજવ્યાપી અને સર્વાગી બનાવવું હોય તે વિધેયાત્મક અર્થ લેવો જોઈશે. જેઓ બ્રહ્મચર્યને નિષેધાત્મક અર્થ લઈ માતૃજતિથી અતડા, અલગ અને બીતા રહે છે, તેમના બ્રહ્મચર્યની સાધના શુષ્ક, એકાંગી, કાચી અને વ્યક્તિવ્યાપી જ રહે છે. (૨) ધણું લેકેએ વાત્સલ્ય અને વિકાર બન્નેની એકતાને ભ્રમ હેઈ વિકારને જોખમે વાત્સલ્યને પણ છોડ્યું, એથી કરીને નર અને નારી બને આત્મિક તાદામ્ય ન અનુભવી શક્યા, પરિણામે સમાજમાં નર-નારી બનેના સાચા ગુણોની પ્રગતિ અટકી ગઈ. બન્નેના સાચા ગુણેના દર્શન ન થવાને લીધે તાદામ્યને નામે સ્ત્રીપુરુષ શારીરિક વાસનાને નેતરીને પરસ્પરાસક્ત થઈ જાય છે અગર તે તાટશ્યને નામે એકબીજાથી સાવ અતડા રહી, એકબીજની ખામીઓની પૂર્તિ કરી શકતા નથી. એટલે આ યુગે બ્રહ્મચર્યની સર્વાગી સાધના માટે એક બાજુ નર-નારી બનેનું સાહચર્ય અપેક્ષિત છે, તેમજ બીજી બાજુ બ્રહ્મચર્યમાં ખૂબ કડક અને જાગૃત રહેવાની જરૂર છે; તે જ ગુણની દષ્ટિએ સ્ત્રી-પુરુષ પરસ્પર પૂરક અને જોખમ વખતે એકબીજાના પ્રેરક બની શકશે. યમ અને યમી, રામતી અને રહનેમિ, સુંદરી અને ભારતના દાખલા આ માટે પ્રસિદ્ધ છે. (૩) જેમને બ્રહ્મચર્યની ઉચ્ચ અને સર્વાગી સાધના કરવી છે, તેમને વૈમાનિક દેવોની જેમ ઉત્તરોત્તર વાસનાને બદલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com