Book Title: Shekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Author(s): Shekharchandra Jain Abhinandan Samiti
Publisher: Shekharchandra Jain Abhinandan Samiti
View full book text
________________
28
विद्वत्तजन
की शुभकामनाएँ
स्मृतियों के वातायन से
शुभेच्छा
मुझे यह जानकर अपार प्रसन्नता हुई है कि डॉ. शेखरचन्द्र जैन के अभिनन्दन ग्रंथ का प्रकाशन हो रहा है।
समाज के सतपुरुषों का सम्मान करना और असत् पुरूषों की भर्त्सना करना समाज का नैतिक कर्तव्य है । डॉ. शेखरजैन ने जैन समाज का नाम देश विदेश में रोशन किया है। अतः उनका अभिनन्दन करना एक स्तुत्य कार्य है।
शुभेच्छा है कि वे स्वस्थ रहते हुए सौ वर्ष जीवें और ज्ञान की आराधना और समाज की सेवा करते रहें ।
ડૉ. અન્વાશર નાર (બ્રહમનાવાવ)
# અપ્રતિમ પુરુષાર્થી વિદ્વાન
અપ્રતિમ પુરુષાર્થ, ઊંડી અભ્યાસનિષ્ઠા અને વૈચારિક પારદર્શકતાથી ડૉ. શેખરચંદ્ર જૈને અનેકવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ હાંસલ કરી છે. એમનો વિદ્યા-પુરુષાર્થ જેટલો મહત્ત્વનો છે, એટલો જ એમનો જીવન-પુરુષાર્થ પ્રેરણાદાયી છે. સામાન્ય પરિસ્થિતિમાં જન્મેલા ડૉ. શેખરચંદ્ર જૈને અસામાન્ય મહેનત અને અવિરત ખંતથી પોતાના જીવનશિલ્પનું નિર્માણ ર્યું છે.
વિદ્યાના ક્ષેત્રમાં અધ્યાપક તરીકે એમની આગવી છાપ રહી છે અને શાળાના શિક્ષકથી આરંભીને કોલેજના આચાર્યપદના સુધીની એમની યાત્રા એમની વિદ્યાપ્રીતિનો પુરાવો છે. એમની વિદ્યા અને વિદ્યાર્થીઓ માટેની લાગણી અને મમતા છેક છાત્રાલયના વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં પણ પ્રગટ થઇ છે અને વર્ષો સુધી એમને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ગૃહપતિ તરીકે કપરી કામગીરી સફળ રીતે બજાવી છે.
એમના વિદ્યાપુરુષાર્થનું મહત્ત્વનું પાસું તે એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. મેળવનાર વિદ્યાર્થીઓ અને પૂ. સાધ્વીજી મહારાજો છે.
આ જ વિદ્યા પુરુષાર્થનું એક બીજું પ્રાગટ્ય તે તેમનું લેખનકાર્ય છે. નવલકથા, નવલિકા, નિબંધ જેવા સાહિત્યપ્રકારો ધરાવતી એમની સાહિત્યકૃતિઓ અને ધ્યાન