________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ એ મારું કાર્ય છે. આહાહાહા ! ઓહોહો !
કેવી છે જ્ઞાનજ્યોતિ? પરમ ઉદાત્ત. પરમ આ તો ઉદાત્ત, કોઈને આધીન નથી. આહાહા ! ઓહોહો ! એ રાગને આધીન નથી, એ રાગને આધીન હતી તે છુટયું એમેય નથી કહે છે. એ તો જ્ઞાનસ્વરૂપ ભગવાન, છે એવી પર્યાયમાં પરમ ઉદાત્ત પ્રગટ થઈ છે, કોઈને આધીન નથી. અત્યંત ધીર છે. કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. ઓલામાં અર્થ એ કર્યો છે ધીર, ધીર છે, શાશ્વત છે ત્રિકાળી. ભાન આવ્યું ત્રિકાળીનું એમ એ ત્રિકાળી જ્યોતિ, શાશ્વત છે, શાશ્વત છે. ધીર, ધીર, ધીર અત્યંત ધીર છે અને “નિરૂપધિ-પૃથદ્રવ્ય-
નિર્માસિ” પરની સહાય વિના, રાગાદિ મંદતાની સહાય વિના, દેવગુરુની શાસ્ત્રની સહાય વિના, આવી વાતું છે! અમૃતના ખજાના ખોલી મુકયા છે. આહાહા !
ભગવાન આત્મા અમૃતના સ્વભાવથી ભરેલો પ્રભુ! એ અત્યંત ઉદાર છે, ઉદાત્ત આધીન નથી-આકુળતા નથી. આહાહાહા ! “નિરૂપધિ-પૃથદ્રવ્ય-નિર્માસિ” પરની સહાય વિના, નિરૂપધિનો અર્થ કર્યો, ઉપધિ નથી એટલે પરની સહાય નથી, પૃથ્થક જુદા જુદા દ્રવ્ય નિર્માસિ, જાદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ. આત્મદ્રવ્ય અને રાગાદિ પરદ્રવ્ય, એને જુદાં જુદાં પ્રકાશવાનો જેનો સ્વભાવ. આહાહાહા! વાહ ! પ્રભુ તું કેમ છો કે, તારો સ્વભાવ, તારું સ્વદ્રવ્ય અને આ રાગાદિ પરદ્રવ્ય એને ભિન્ન ભિન્ન પ્રકાશવાનો પ્રભુ તારો સ્વભાવ છે. આહાહા ! પરની સહાય વિના જુદા જુદા દ્રવ્યોને પ્રકાશવાનો, કર્મ દ્રવ્ય પર છે, રાગ પર છે, ભગવાન શાયકસ્વરૂપ સ્વ છે, એમ જુદાં જુદાં દ્રવ્યોને અહીંયા તો બે દ્રવ્ય લીધા. રાગ, પુણ્યપાપના ભાવકર્મ એ બધું પરદ્રવ્ય છે, પરદ્રવ્ય. જુદાં જુદાં દ્રવ્યોને પરની સહાય વિના પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી. આહાહાહા!
“વિશ્વમ્ સાક્ષાત્ કુર્વત” જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે. શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ સાક્ષાત્ કરે છે અને પૂર્ણ જ્ઞાનમાં એ થાય છે ત્યારે પ્રત્યક્ષ સાક્ષાત્ થાય છે. આહાહા ! શ્રુતજ્ઞાનમાં પર્યાયમાં રાગને પરદ્રવ્ય તરીકે જુદાં રાખતાં, સ્વદ્રવ્યને પોતાના સ્વભાવમાં સ્થાપતાં, આહાહાહા! અરેરે! વિશ્વને સાક્ષાત્ કુર્વ બધા પદાર્થને તે પર્યાય જાણવામાં તાકાતવાળી છે, નીચે પરોક્ષ છે કેવળજ્ઞાન થતાં પ્રત્યક્ષ છે. આહાહા !
આવો ઉપદેશ, માણસને પકડવો કઠણ લોકો(ને)બાપુ પણ સત્ય જ આ છે ભાઈ. સત્યને કોઈ કાળ નડતો નથી. એ સત્ય તો સત્ય ત્રિકાળ જેને કાળ નડતો નથી જેને સંયોગ નડતા નથી, જેને સંયોગભાવ અડતા નથી. નડતા નથી ને અડતા નથી. આહાહા ! એવો ચૈતન્ય સ્વભાવી ભગવાન સ્કુરાયમાન વિશ્વને જાણતા વિશ્વ સ્કુરાયમાન થાય છે, સ્વ ને પરને જાણતો સ્કુરાયમાન થાય છે. પરનો કર્તા હતો એ સ્વપરને જાણતા સ્કુરાયમાન થાય છે. આહાહા !
અજ્ઞાનમાં જે રાગ આદિનો કર્તા હતો - દયા, દાન, વ્રત, ભક્તિ જાત્રાનો ભાવ એ શુભ એ મારું કર્તવ્ય છે એમ માનતો એ તો અજ્ઞાન છે ભાઈ ! તને ખબર નથી એ બે દ્રવ્યનો કર્તા થયો. તારો અને એનો બે થઈને તું કર્તા થયો. આહાહાહા! આવી વાત છે.
આમાં તો ધીરાનું કામ છે ભાઈ, એક શ્લોક તો જુઓ આ દિગંબર સંતો! આહાહાહા !