________________
સમયસાર સિદ્ધિ ભાગ-૪ વિકાર લીધો છે, પરમ અધ્યાત્મ તરંગિણીમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ બેય લીધાં છે પણ એ તો એક છે ત્યાં બીજાં હોય છે.
એટલે એ શું કહે છે? કે હું એક આત્મા, એક રાગાદિનો હું એક કર્તા છું. રાગાદિનો કર્તા પર ને હું કર્તા નહીં એમ નહીં. આહાહા! રાગ, દયા, દાન, પુણ્ય-પાપના ભાવ એનો હું એક કર્તા, હું મારાં જ્ઞાનનો કર્તા ને એનો કર્તા પર એમ નહીં, એમ અજ્ઞાની માને છે. આવી વાત છે બહુ ઝીણી ! શબ્દ આમ છે ને? “એક કર્તા” એ શબ્દ પડ્યો છે ને? એનો અર્થ ? કે રાગ, પુણ્ય-પાપ એ બીજી ચીજ છે અને હું આત્મા બીજી ચીજ છું એમ ન માનતાં, હું એક આત્મા જ વિકારનો કર્તા છું. વિકારનો કર્તા પર ને હું અકર્તા એમ નહીં. હું એકલો વિકારનો કર્તા છું. વિકારનો કર્તા પર ને હું એનો જાણનાર-દેખનાર એમ ન માનતાં, આવી વાત છે, હું એક ચૈતન્યમૂર્તિ ભગવાન ! એને ઈ ખબર નથી પણ હું એક આ વિકારનો, હું એક આનો કર્તા, હું એક જડ કર્મનો કર્તા, જડ કર્મનો કર્તા કર્મ અને હું કર્તા નહીં એમ નહીં. સમજાણું કાંઈ? આવી વાતું ઝીણી છે. આહાહાહા!
આમ સંયોગે છે ભેદ રાગાદિ સંયોગે તો છે તેથી સંયોગનો હું એકલો કર્તા છું, સંયોગી ચીજોનો સંયોગ કર્તા ને હું કર્તા નહિ એમ નહીં, એમ અજ્ઞાની માને છે. આહાહા! આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા,“અહમ્ ચિ’ છે ને? “અહમ્ ચિ’ તો એક કર્તા હું, કોનો? પુણ્ય ને પાપ ક્રોધાદિ, આંહી ક્રોધ કેમ લીધો? કે સ્વભાવની રુચિ નહીં અને વિકારની રુચિ છે એને સ્વભાવ પ્રત્યે ક્રોધ થયો છે, આવું છે. અને ઉત્તમ ક્ષમાઆદિથી વિરુદ્ધ એ ક્રોધ છે ને? એવા ક્રોધ આદિ માન, માયા, લોભ, એનો હું એકલો કર્તા છું. એમ અજ્ઞાની માને છે. હું એનો જાણનારો-જાણવાનું મારું કર્મ, કાર્ય અને એ રાગનું કાર્ય પરનું એમ એ માનતો નથી. આવી વાત છે. હું ચૈતન્યસ્વરૂપ આત્મા ચિત્ છે ને ચિદ, હું ચિત્ સ્વરૂપ આત્મા એક જ કર્તા છું, વિકારનો, જડનો, કર્મનો હું એક કર્તા છું અને આ ક્રોધાદિભાવો મારાં કાર્ય છે. એ ક્રોધાદિભાવ એ જડ કર્તા ને તેનું કાર્ય એમ ન માનતાં, હું એક જ એનો કર્તા છું બે નહીં વચ્ચે. આવું જે અજ્ઞાન એ પરનો કર્તા માને છે. આહા !
“અમી” અમી એટલે આ. ‘આ’ વિધમાન છે ક્રોધાદિ એમ કહે છે, ને ? ઓલો “અહમ” આ “અમી' આ. હું ચૈતન્ય આત્મા અમીઆ. વિકારીભાવ ક્રોધ, માન આદિ મારાં કાર્ય છે. “ઈતિ અજ્ઞાનાં કર્તકર્મપ્રવૃત્તિમ્” એવી અજ્ઞાનીઓને કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ વિકાર ભાવ સંયોગી છે, એ સ્વભાવભાવ નથી, છતાં એ સ્વભાવ મારો આત્મા એ વિકારીભાવનો હું એકલો કર્તા છું. વિકારીભાવ એ મારું કાર્ય છે, એમ અજ્ઞાની માને છે. ખરેખર તો વિકારીભાવ તેનું જાણવું એ મારું કાર્ય છે. આવી વાત છે. ભગવાન આત્માનું કાર્ય તો જાણવું દેખવું એ એનું કાર્ય છે અને રાગાદિ કાર્ય તો એ કર્મનું કાર્ય છે પરનું અજીવનું, એમ ન માનતાં હું એક જ એનો કર્તા છું, બે નહિં. (એમ અજ્ઞાની માને છે) આહાહા! આવું ઝીણું છે.
એવી કર્તાકર્મની પ્રવૃત્તિ પરિણામમાં તેને હવે બસ ત્યાં રહી ગયું. “અભિતઃ શમય” બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ. હું તો જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છું. મારું કાર્ય વિકાર એ મારું કાર્ય જ નહિ. મારું કાર્ય તો વિકારને અડયા વિના જાણવું દેખવું મારું એવું એ કાર્ય મારું