________________
૨
સમયસાર સિદ્ધિ ભાગ-૪
સ્કુરાયમાન થાય છે. કેવી છે તે જ્ઞાનજ્યોતિ ?[ પરમ-૩વાત્તમ્ ] જે ૫૨મ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી,[ અત્યન્તધીર ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [નિરુપધિ-પૃથ દ્રવ્ય-નિર્માસિ] ૫૨ની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [વિશ્વમ્ સાક્ષાત્ ર્વલ્] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે-પ્રત્યક્ષ જાણે છે.
ભાવાર્થ:- આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, ૫૨દ્રવ્ય તથા ૫૨ભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
પ્રવચન નં. ૧૪૪ શ્લોક-૪૬
તા.૨૪/૧૧/૭૮ શુક્રવા૨ કારતક વદ-૯
શ્રી સમયસાર, છેલ્લા બોલ છે. હિન્દી થોડુંક ચાલશે.
જીવ–અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂંઢ ન આતમ પાવૈં, સમ્યક્ ભેદ-વિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગઠે નિજભાવ સુદાČ, શ્રી ગુરુકે ઉપદેશ સૂનૈરુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં, તે જગમાંહિ મહંત કહાય વષઁ શિવ જાય સુખી નિત થાયેં,
જીવ–અજીવ અધિકાર પૂરો કર્યો છે. જીવ-અજીવ અનાદિ સંયોગ. ભગવાન ૫૨મ જ્ઞાયકભાવ, એવો જે પારિણામિક સ્વભાવભાવ–એની સાથે અજીવનો નિમિત્તનો સંયોગ છે. અનાદિ સંયોગ મિલે, એને લખી જાણીને, રાગ-દ્વેષ ભેદ આદિનો સંયોગ લખીને ‘મૂંઢ ન આતમ પાવૈ' બે સંયોગને દેખે પણ જુદું દેખતો (નથી ), મૂંઢ ન આતમ, આતમ ૫૨મસ્વભાવભાવ પારિણામિકભાવ, દ્રવ્યભાવ, સ્વભાવભાવ એને એ ન જાણી શકે, કર્મ ને રાગ ને ભેદ ને એ સંયોગી ચીજ છે. આહાહા ! એ અજીવનો સંયોગ છે એ, એને જોતાં ભિન્ન આત્મા ભગવાન શુદ્ધ ચૈતન્ય એને એ જોતો નથી. સમ્યક્ ભેદ વિજ્ઞાન ભયે, સમ્યક્ ભેદવિજ્ઞાન રાગ, દયા, દાનના રાગ, કર્મ, અને ભેદ એનાથી સમ્યક્ ભેદવિજ્ઞાન-ભયે, સમ્યક્ એટલે સત્ય ભેદવિજ્ઞાન, ખ્યાલમાં આવે કે આ રાગ છે એમ નહીં. આહાહા....! અંતરના શાયકભાવને પકડી અને ૫૨થી ભેદજ્ઞાન કરે તો બુધ ભિન્ન ગઢે. તો જ્ઞાની આત્માને જુદો ગઢે, આહાહા ! સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ, ધર્મી જ્ઞાની ભિન્ન ગàનિજભાવનિજભાવ, ૫૨મ સ્વભાવભાવ તેને પોતાના સુદાદ્વૈ–દાવ પેચથી નિજને પકડે. ‘શ્રી ગુરુ ઉપદેશ સૂનૈ’ શ્રી ગુરુનો આ ઉપદેશ છે એમ કહેવું છે, એને ભેદ પાડીને સ્વભાવને પકડવો એ ઉપદેશ છે. સૌ ભલે દિન પાય એવો સ્વકાળને પ્રાપ્ત કરતાં સૌ ભલે દિન પાય. અહો ! અજ્ઞાન ગમાવૈ, તે જગમાહિં મહંત કહાય. તે જગતમાં મહાત્મા અથવા મહંત કહેવામાં આવે છે. વર્સે શિવ જાય શિવમાં જાય મોક્ષમાર્ગમાં ‘સુખી નિત થાયૈ’ મોક્ષ થઈને સુખી નિત થાય. આ જીવ અધિકાર પૂરો થયો.
આ સમયસારની શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસા૨ ૫૨માગમની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત આત્મખ્યાતિ નામની ટીકા જીવ અજીવનો પ્રરૂપક પહેલો અંક