________________
સમયસાર : આત્મખ્યાતિ
અર્થાતુ ભૂત-વ્રતી અનુકંપાદિ હેતુક સદ્ વેદ્ય (શાતા વેદનીય), કેવલિ-હૃત આદિના વર્ણવાદાદિ હેતુક સમ્યક્ત વેદનીય, હાસ્ય વેદનીય, રતિ વેદનીય, પુરુષ વેદનીય, માનુષ અને દૈવ એ શુભ આયુષ્ય, ગતિ નામ આદિમાં શુભ નામ, શુભ ગોત્ર અર્થાત્ ઉચ્ચ ગોત્ર - એમ આ અષ્ટ વિધ કર્મ પુણ્ય છે, એનાથી અન્ય તે પાપ છે. આમ કોઈ કર્મનો પ્રકૃતિ – સ્વભાવ શુભ છે, કોઈ કર્મનો પ્રકૃતિ – સ્વભાવ અશુભ છે, એટલે સ્વભાવ ભેદને લીધે કર્મનો શુભાશુભ ભેદ છે.
૩. ફલભેદથી શુભાશુભ કર્મભેદ
કોઈ કર્મ શુભ ફલ વિપાકનો અનુભવ કરાવે છે, કોઈ કર્મ અશુભ ફળ વિપાકનો અનુભવ કરાવે છે, આમ અનુભવના ભેદથી પણ કર્મનો શુભાશુભ ભેદ છે. જેમકે - પુણ્ય પ્રકૃતિનું ફલ સ્વર્ગાદિ સુગતિમાં સુખરૂપ શુભ પુદ્ગલ વિપાક અનુભવ છે, પાપ પ્રકૃતિનું ફલ નરકાદિ દુર્ગતિમાં દુઃખરૂપ અશુભ પુદ્ગલ વિપાક અનુભવ છે. આ અંગે શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે – “શુભોપયુક્ત સ્વર્ગસુખ પામે છે' - સુહોવનુત્તો વ સાદું શુભથી યુક્ત આત્મા તિર્યંચ વા મનુષ્ય વા દેવ થયેલો તેટલો કાળ વિવિધ ઐત્રિય (ઈદ્રિય સંબંધી) સુખ લહે છે. અશુભોદયથી આત્મા કુનર, તિર્યંચ, નૈરયિક (નારકી) થઈને દુઃખ સહસ્રોથી સદા અભિવૃત સતો અત્યંત ભમે છે.” આમ સુખ-દુઃખરૂપ સાતા - અસાતારૂપ ફલ અનુભવના - વિપાક રસના ભેદથી કર્મનો શુભાશુભ ભેદ છે.
૪. આશ્રય ભેદથી શુભાશુભ કર્મ ભેદ
કોઈ કર્મ શુભ એવા મોક્ષમાર્ગનો આશ્રય કરે છે, કોઈ કર્મ અશુભ એવા બંધમાર્ગનો આશ્રય કરે છે, અર્થાત્ શુભ એવું પુણ્ય કર્મ મોક્ષ પ્રત્યે લઈ જનારો મોક્ષમાર્ગ છે અને અશુભ એવું પાપ કર્મ બંધ પ્રત્યે લઈ જનારો બંધમાર્ગ છે. આમ પુણ્ય કર્મ મોક્ષમાર્ગાશ્રયી અને પાપ કર્મ બંધમાર્ગાશ્રયી છે, એટલે પણ કર્મનો શુભાશુભ ભેદ છે.
આમ કારણ ભેદથી, સ્વભાવ ભેદથી, ફલ ભેદથી (અનુભવ ભેદથી) અને આશ્રય ભેદથી કર્મનો શુભાશુભ ભેદ છે એમ કોઈ માને છે, તે વ્યવહારનય અપેક્ષાએ બાહ્ય ઉપલક દૃષ્ટિએ ( ભાસતું હોય, પણ જરા ઉંડા ઉતરી પરમાર્થથી - તત્ત્વથી નિશ્ચયનય અપેક્ષાએ અંતરંગ દૃષ્ટિએ જોતાં તે યથાર્થ નથી, કારણકે કારણ અભેદથી, સ્વભાવ અભેદથી, ફલ અભેદથી (અનુભવ અભેદથી) અને આશ્રય અભેદથી કર્મ એક અભેદ સ્વરૂપ છે. તે આ પ્રકારે -
૧. કારણ અભેદથી કર્મ એક સ્વરૂપ
શભ જીવપરિણામ હો કે અશુભ જીવપરિણામ હો - જીવનો મંદ કષાય રૂપ - વિશુદ્ધિ પરિણામ રૂપ શુભોપયોગ હો કે જીવનો તીવ્ર કષાય રૂ૫ - સંક્લેશ પરિણામ રૂપ અશુભોપયોગ હો, પણ તે બન્ને અજ્ઞાનમય જ છે, કારણકે આત્માના શુદ્ધ સ્વભાવથી વિરુદ્ધ એવા જે થોડા કે ઝાઝા કષાયાદિ રૂપ વિભાવ ભાવ છે તે સર્વ અજ્ઞાન જ છે, અર્થાત મંદ – તીવ્ર કષાય રૂપ શુભાશુભ ભાવનું મૂળ અંતર્ગત કારણ એક અજ્ઞાન જ છે. એટલે શુભાશુભ પરિણામના કેવલ એક અજ્ઞાનપણાને લીધે તજ્જન્ય કર્મ પણ એક છે. જીવના ઉપરોક્ત શુભાશુભ પરિણામનું અંતર્ગત સ્વરૂપ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પંચાસ્તિકાય” ટીકામાં (૭૫, ૧૩૫, ૧૪૦) સ્પષ્ટ સમજાવ્યું છે તે પરથી આ વસ્તુ સ્પષ્ટ સમજાઈ જાય છે. જેમકે - (૧) અહેતુ - સિદ્ધ - સાધુઓમાં ભક્તિ, ધર્મમાં - વ્યવહાર ચારિત્ર અનુષ્ઠાનમાં વાસના પ્રધાન ચેષ્ટા, ગુરુઓનું – આચાર્યાદિનું રસિકપણાએ કરી અનુગમન - આ પ્રશસ્ત રાગ છે - પ્રશસ્ત
"जुत्तो सुहेण आदा तिरियो वा माणुसो वा देवो वा । भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ॥ असुहोदयेण आदा कुणरो तिरियो भवीय रइयो । સુવાસદાર્દિ સતા પુત્રો મન ગવંતં ” - શ્રી “પ્રવચનસાર', ગા. ૭૦, ૧૨
૧૦