________________
एकान्ते परमाप्तवाकूश्रुतिरतिप्रौढार्थशास्त्रस्मृति___स्तूर्यध्वानपुरस्सरं च शयनं निगा च भागद्वये । बुद्ध्वा वाद्यरवैरशेषकरणध्यानानि मत्रस्थिति
विप्राशीभिषगादिदर्श नमिति स्याद्रात्रिभागाष्टके ॥१॥ રાત્રિએ પણ પ્રથમ ભાગમાં એકાંત સ્થળે બેસી પરમ આપ્તપુરુષની વાણીનું વિચાર પૂર્વક શ્રવણ, બીજા ભાગમાં આનંદજનક શાસ્ત્રાર્થનું સ્મરણ, ત્રીજા ભાગમાં વાજીંત્રના નાદપૂર્વક શયન, ચેથા અને પાંચમા ભાગમાં નિદ્રા, છઠ્ઠા ભાગમાં માંગલિક વાદ્યના નાદથી જાગ્રત થઈ સમગ્ર કર્તવ્યને વિચાર, સાતમા માં મંત્રીઓની સાથે ગુપ્ત વિચાર અને આઠમા ભાગમાં વિપ્રને આશીર્વાદ તેમજ વૈદ્ય વિગેરેનું દર્શન, એ પ્રમાણે રાત્રિ દિવસનો સમય સદદિત કર્તવ્ય પરાયણ જ વ્યતીત થતો હતો” જૈનધર્મસામ્રાજ્ય
મહારાજા કુમારપાલની અનિર્વચનીય કૃતજ્ઞતા હતી, ભાવ દયાલુ અને સ્વરૂપ સંચારી હતા. થોડા જ સમયમાં મુકિતગામી હોવાથી તેમના હૃદયમાં શ્રી હેમચંદ્રસૂરિના વચનામૃતથી બેધિબીજ-સમકિત અંકુરિત થયું.
ગુરુના ચરણમાં નમસ્કાર કરી ભુપતિએ કહ્યું. પ્રત્યે હે જીવનપર્યત હું આપની પ્રમાણે વર્તીશ. આપ મારા સ્વામી, ગુરુ અને પ્રાણ સ્વરૂપ છે. એમ રાજને અભિપ્રાય જાણી ગુરુ મહારાજનું હૃદય આનંદિત થયું.
કુમારપાલે ગુરૂની આજ્ઞા પ્રમાણે પોતાના સમગ્ર રાજ્યમાંથી. હિંસારાક્ષસીને દેશનિકાલ કર્યો, સત્યનીતિના પ્રભાવથી, વૈર વિરોધ વિગેરે દુષણો પલાયન થયાં, પશુથી આરંભી નાનાં મોટાં અતિ સુક્ષ્મ પ્રાણીઓને કોઈપણ માણસ હણ નહોતે. મનુષ્યને અવનતિદાયક ઘતાદિ સાતે વ્યસનનો પણ દેશમાંથી બહિષ્કાર કર્યો. રાજ્યમાં અનીતિ એ શબ્દ શ્રવણ માત્ર હતો,
ગુરુ મહારાજના ધર્મોપદેશથી કુમારપાળરાજા જૈનધર્મમાં દઢ શ્રદ્ધાલુ થયો. જગતને પ્રપંચ મિથ્યા ભાસવા લાગ્યો. અનુક્રમે સંસારની નિઃસારતા અનુભવમાં આવી. જેથી તેમણે યથાવિધિ ગુરુ મહારાજની પાસે વિ. સં. ૧૨૧૬ માં શ્રાવકનાં બાર વ્રતને સ્વીકાર કર્યો. અનેકધા જૈનધર્મની તેઓ પ્રભાવના કરવા લાગ્યા.