________________
૧૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
માથું ફૂટે, કારણ કે–આંધળે તે બિચારે જ્યાં ત્યાં ભટકાય. જેમ આરીસામાં જોયા વિના ડાહ્યો માણસ ઘરની બહાર ન નીકળે, તેમ સમ્યગુદષ્ટિ આત્મા કે સમ્યકૂવને પામવાની ઈચ્છાવાળો આત્મા કઈ પણું ધર્મપ્રવૃત્તિ આગમની રીતિએ નિર્દોષ નિરખ્યા વિના ન જ કરે. બધા જ આ આરીસાને વળગી જાય તે આજે કાંઈ પણ વાંધે આવે? નહિ જ. પણ આગના કહેનાર, રચનાર, તેને અત્યાર સુધી ટકાવી રાખનાર આદિ પ્રત્યે બહુમાન, ભક્તિ, અંતરંગ પ્રેમ અને વિશ્વાસ હોય તે જ તેમ બની શકે. જમાલી જેવાય ત્યાગ :
જમાલી કાંઈ કમ હતા? ભગવાનના ભાણેજ, જમાઈ અને શિષ્ય હતા. પાંચસે શિષ્યના ગુરુ હતા. અનેકને માર્ગ દર્શાવનાર, સંયમમાર્ગમાં જોડનાર, સંયમમાં કેળવનાર અને મુક્તિની દિશામાં લઈ જનાર હતા. પાંચસે તેમને તારક અને ઉપકાર માનતા હતા અને તેમની સેવામાં આત્માનું કલ્યાણ સમજતા હતા, પણ જ્યારે જમાલીએ “ભગવાન ભૂલ્યા ” – એમ કહ્યું, ત્યારે સઘળા તેમના શિષ્યોએ શું કર્યું? જમાલીને પરિત્યાગ કે બીજું ? એ જ. ભવાભનદીની બુદ્ધિનો નમૂને ?
પૂર્વાચાર્યો ભૂલે, આગમમાં ખામી હોય, પણ અમારામાં ભૂલ કે ખામી ન હોય” – એમ માનનારા અને પિતાની જાતને વિચક્ષણ તરીકે તથા સમજદાર તરીકે ઓળખાવનારાઓ, જે આજે કહે છે કે “પૂર્વાચાર્યો ઉપર તે કાળની છાયા પડી હતી” તેઓને પૂછવું પડે છે કે “જે આચાર્યોનું જ્ઞાન જોઈને ઈતર પંડિતોને પણ માથાં હલાવવાં પડે છે, જેઓએ આત્મકલ્યાણના જ હેતુથી શાસનસેવા ખાતર ઘરબાર મૂક્યાં, ભિક્ષાવૃત્તિથી સંયમસાધક શરીર ટકાવવાનું પસંદ કર્યું, અનેક પ્રકારની આપત્તિઓ સહન કરી, અઢારે પાપસ્થાનકેથી દૂર રહ્યા અને આખુંય જીવન શાસનસેવામાં સમર્પિત કર્યું, તેમના ઉપર તે જમાનાની છાયા પડી ને મોજમજા માણનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org