________________
સાચા જૈનત્વની ઓળખાણ
[ ૯
શાસનની હયાતિ સુધી ગ્ય આત્માઓ તેની આરાધનાથી કલ્યાણ સાધી શકે. સાધુ માટે, બાર વ્રતધારી શ્રાવક માટે અને સમ્યગદષ્ટિ આદિ માટેનાં ફરમાન કરતી વખતે તેમના જ્ઞાનમાં આ વીસમી સદી જણાવેલ કે જરા બાજુએ થઈ ગયેલી ? તેમના ફરમાનમાં આજે ફેરફાર થાય? સર્વજ્ઞના સિદ્ધાંતમાં ફેરફાર કરવાને આપણને અધિકાર છે ? આપણામાં તેવી લાયકાત છે? આવા પ્રશ્નો આજની દશા જોતાં પૂછવા પડે છે, બાકી તો જે જે ગુણઠાણે જે જે ક્રિયાઓ કરવાનું અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેએ ફરમાન કર્યું, તેમાં આજ્ઞા વિરુદ્ધ પરિવર્તન કરવાને છપને કશે જ અધિકાર નથી. આગમ એ સમ્યગદકિને આરીસો છે ?
આંખવાળ આદમી પણ નાહી, ધોઈ, કપડાં સજી, મુખ ઉપર કોઈ ડાઘ રહી ગયું છે કે નહિ”-તે જોવા માટે આરીસે હાથમાં લે છે. “આંખવાળાને આરીસાની શી જરૂર ?'-આ પ્રમાણે પૂછનારને પૂછો કે “જ્યારે આંખવાળા માટે આરીસાની જરૂર નથી, ત્યારે શું આંધળા માટે આરીસાની જરૂર છે?” ગાંડાની વાતે બાજુ પર રાખી બુદ્ધિપૂર્વક વિચારો અને સમજે કે દેખતા માટે પણ આરીસે જરૂરી ખરે. મુખ ઉપર “ડાઘ છે કે નહિ, માને છે કે મોટો...તે જોવા માટે જેમ દેખતાને પણ આરીસાની જરૂર છે, તેમ સમ્યગૃષ્ટિને કયા આરીસાની જરૂર ? તે આત્માને આગમરૂપી આરીસે જોઈશે. આગમની શ્રદ્ધા સિવાયનું કેરું જ્ઞાન કામ નહિ આવે. આગમ જે ખેડ બતાવે તેને સુધારવી જોઈએ. “આગમ–બાગમ આઘાં મૂકો, આ જમાનામાં વળી આગમ શાં? ”—એમ કેણ કહે? કઈ વિવેકી તે એમ કહે જ નહિ. પણ જેમ આંખ વગરનાને આરે ગમે નહિ, તેમ સમ્યગદર્શન વિનાનાને કે સમ્યગુદર્શન પામવાની ઈચ્છા વિનાનાને આગમ ન ગમે. સમ્યગદષ્ટિ ન હોય અથવા સમ્યગદર્શન પામવાની ઈચ્છા ન હોય તેને આગમ ભીત જેવા લાગે. તે આગમને વળગે તે પણ મિથ્યાત્વના ગે ટીચાઈ મરે. આંધળા સામે આરીસે હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org