________________
જીવન-સાફલ્ય દર્શન-૧
સ્થાપના કરી શું કામ ? દુનિયામાં કઈ વરતુની ખામી હતી કે તે પૂરી કરવાને માટે તીર્થસ્થાપનાની જરૂર પડી ? આજે જે દેખાય છે તે બધું હતું. અત્યારથી સારું હતું. ભગવાને અધૂરા જ્ઞાને શાસન સ્થાપ્યું કે પૂરા જ્ઞાને ? કેવળજ્ઞાન થયા પહેલાં સ્થાપ્યું કે પછી?
સભામાંથી કેવળજ્ઞાન થયા પછી :
પહેલાં કેમ નહિ? છદ્મસ્થપણામાં ભૂલ થવા સંભવ હોવાથી બધા તીર્થપતિઓએ, રખે કદાચ એવી ભૂલ થવા ન પામે કે જે ભૂલના યેગે તેની સેવા કરતા આત્માઓ ડૂબી જાય, તેટલા માટે કેવળજ્ઞાન થયા પછી સ્થાપ્યું. સંસારસાગરમાં ડૂબતા પ્રાણીઓને તારવા માટે શ્રી તીર્થ કરદેવે તીર્થને સ્થાપ્યું. જગતના આત્માએ સંસારમાં ડૂબી રહ્યા છે, લેટી રહ્યા છે, હેરાન-હેરાન થઈ રહ્યા છે, તેમને તારવાની અભિલાષાવાળે આત્મા અધૂરા જ્ઞાને કલ્યાણકારક ધર્મ તીર્થની સ્થાપના ન કરે. જે કે સ્થાપના કરે છે ત્યારે તે કશીય અભિલાષા જ હોતી નથી, પણ શાસનસ્થાપનાને વેગ તે એ અભિલાષામાંથી જ ઉત્પન્ન થયેલો હોય છે : એટલે વિશ્વતારક શ્રી તીર્થંકરદેવો કેવળજ્ઞાન થયા પૂર્વે ધર્મતીર્થની સ્થાપના જ કરતા નથી. પહેલાં કરે તે ભૂલને સંભવ, માટે કરે જ નહિ. સેંકડો આદમીને લઈ જનારી સ્ટીમર થોડીક પણ કાણી હોય તે ડુબાડે. જરાયે કાણી ન હોય તે જ પાર ઉતારે. પરિવર્તનને અધિકાર નથી :
જ્યારે કેવળજ્ઞાન થયા પછી જ આ શાસનની સ્થાપના થએલી છે તે નક્કી માને છે, તે હવે એ વિચારે કે – કેવળજ્ઞાનીઓના જ્ઞાનમાં કઈ પણ કાળ છૂપો રહે કે નહિ ? આપણે જે કાળમાં જમ્યા છીએ, ભટકી રહ્યા છીએ, તે ભગવાન શ્રી મહાવીરદેવની દષ્ટિમાં આવેલ કે નહિ? આપણને બધાને એ તારક ઓળખે ખરા કે નહિ ? ભગવાને તે ત્રણે કાળના સંપૂર્ણ જ્ઞાતા બનીને, જે જે સ્થાને જે જે આજ્ઞા કલ્યાણકારી હતી તે તે કરી, કે જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org