________________
જીવન-સાફલ્ય દર્શન-૧
માટે આપણે તે સાચે શાહ જોઈએ. બજારના સેદાની કિંમત વધુ કે અહીંની? બેમાંથી તારક કોણ? બજાર કે આ? સાધુને પણ જે બેલવાનું તે પ્રભુએ કહ્યું હોય તે જ. એના કથન પ્રમાણે કહીએ તે અમને–સાધુને તમે આ રથાન ઉપર (ધર્મોપદેશકના સ્થાન ઉપર) બેસાડે તે બરાબર છે, પણ માત્ર મુખ જોઈને બેસાડે તે તમે પણ મૂખ છે. દુનિયાના નહિ જેવા વ્યવહારને ચલાવવાને માટે પણ બજારમાં સાખ સાચવવી પડે, ત્યારે અહીં એકવચની જોઈએ કે એવચની, યા ગમે તે ચાલે? અહીં તો એકવચની જ બનવું જોઈએ. કલ્યાણ સાધવું હોય તે સમજીને પણ ધર્મમાં એકનિષ્ઠાવાળા જ બનવું જોઈએ. અહીં બોલવું કાંઈ ને બહાર બોલવું કે કરવું કાંઈ, એથી લાભ નથી, પણ નુકસાન છે માટે પૂરી જોખમદારી સમજ્યા પછી “હા” પાડવાની. “હા” પાડ્યા પછી વિરુદ્ધ વર્તાવ થાય, તેમાં નુકસાન કેને થશે ? તમારી જાતને ! કારણ કે તેમાં તમારા આત્માને, તમારા માટે તમારા કલ્યાણસાધક માર્ગને નાશ થશે. ખેટી “હા” પાડવાની કુટેવ પડી તે ધર્મ કદી સમજાશે નહિ. જેનપણની ફોને સમજો :
હવે તમે જૈન શાથી? શું બતાવો તે ઇતર તમને જેન તરીકે માને? “રાજ્યને માલિક છું, છ ખંડનું ચકવતીપણું મારા હાથમાં છે.” એમ કહો, તે તેથી સામે તમને જન માનશે ? નહિ જ, કારણ કે એ સાહ્યબી તે પુણ્યશાળીઓને મળે છે. માટે કહે કે શ્રી જિનેધરદેવની સેવા કરે તે જૈન. સેવા એટલે માત્ર કેસરના ચાંલ્લા કરવાથી જૈન થઈ જવાશે એમ ન માનતા. સેવા એટલે શું ? સેવા એટલે આજ્ઞાપાલન, સેવા શા સારુ? આત્માનું કલ્યાણ કરવા. શું શ્રી જિનેશ્વરદેવ આપણને ઉચકીને ઉપર લઈ જવાના? નહિ જ, કારણ કે કઈ કોઈને ઊંચકીને મોક્ષે લઈ જઈ શકતું નથી. તે પછી શ્રી જિનેશ્વરદેવને તારક કેમ માનવાના અને એમની સેવાથી આપણું કલ્યાણ શું સંધાવાનું ?” એ પ્રશ્ન થશે, પણ આત્મકલ્યાણ” એ શબ્દમાં ગંભીરતા છુપાએલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org