________________
જીવન-સાફલ્ય દર્શન-૧ સિદ્ધાંતે આપણે સ્વીકારવા જોઈએ, તે વિચારીએ છીએ. શ્રી જિનેશ્વરદેવને ન ઓળખીએ, સીધી રીતિએ માનીએ નહિ, તે તારક પ્રત્યે જે જોઈએ તે ભક્તિભાવ આપણું આત્મામાં જાગે નહિ, તે તારકની શી આજ્ઞા છે તે સમજવા કાળજી કરીએ નહિ, તે આપણે જૈન કેવી રીતિએ ? દુનિયામાં તમારે તમારી “જૈન” તરીકેની જાહેરાત આપવી હોય, તમારી જાતને “જૈન” તરીકે ઓળખાવવી હોય, તે તમારામાં શું હોવું ઘટે ? મુનિ તે કહેવાય કે જેની પાસે પાંચ મહાવ્રતો હોય, તેને પાળવા માટે ધીર બનીને જે માત્ર ભિક્ષાથી નિર્વાહ કરતા હોય, રત્નત્રયીની આરાધનારૂપ સામાયિકમાં જે રહેતા હોય અને જે ધર્મને જ એક ઉપદેશ આપતા હોય ઃ તેવી રીતિએ જનનું સ્વરૂપ બતાવવું હોય તે શું હોવું ઘટે? “અમે સર્વ કાંઈ છીએ, અમે બધું સમજીએ છીએ”—એવું માને તે કાંઈ બળજેરી નથી, પણ મૂખઓ જ પોતાને બુદ્ધિમાન અને ગાંડાઓ જ પિતાને ડાહ્યા તરીકે ઓળખે, ત્યાં શું થાય ? જ્ઞાનીઓ તે કહે છે કે જે પોતાની જાતને પોતે જ ઉન્મત્તની માફક ડાહ્યા કહે છે, તે લગભગ ગાંડા છે. તમે જૈનત્વને જીવનમાં ઉતાર્યા વિના તમારી જાતને જૈનધમી કહેવડાવે, તે કોઈનું રાજ્ય નથી કે ના પાડી શકે, પરંતુ જ્યારે સાચા જૈનત્વના જ્ઞાતા વિવેકી તમારા આચાર-વિચારને જોઈને તમને ‘જેન” કહે, ત્યારે જ તમારામાં જેન છે એમ તમારે માનવું જોઈએ. તમને “જૈન” કહેનારા તમારી શરમમાં દબાયેલા ન હોવા જોઈએ, તમારે તેજમાં અંજાઈ ગયેલા ન હોવા જોઈએ, તમારી વાતમાં
હા જી હા ” ભણનાર ન હોવા જોઈએ, કે તમારી “હા જી હા ની નીચે પિતાની આજીવિકા ચલાવનાર ન હોવા જોઈએ. તમને કોઈ દાનવીર, ધર્મવીર કે શૂરવીર કહે તેમાં મલકાવાનું નથી, પણ તટસ્થ બુદ્ધિએ વિચારવાનું છે કે તમારી ભાવના, તમારું વર્તન વગેરે તેને અનુરૂપ છે કે નહિ? જેમ શ્રી અરિહંત ભગવાનને ઓળખવા માટે લક્ષણ બાંધ્યાં, સુગુરુઓનાં લક્ષણ કહ્યાં, સુધર્મનું સ્વરૂપ બતાવ્યું, તેમ જૈનને ઓળખવા માટે પણ કાંઈ હોવું જોઈએ ને? શ્રી જિનેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org