________________
૨ ]
જીવન–સાફલ્ય દર્શન-૧
ધર્મતીર્થના શરણે આવેલ કોઈ પણ આત્મા, અનંત દુઃખથી મુક્ત બની અનંત સુખને ભક્તા બન્યા વિના રહેતું નથી. તેથી અનંત સુખના અભિલાષી એવા પ્રત્યેક જીવે આ ધર્મતીર્થનું ભાવથી શરણું સ્વીકારી, શ્રી જિનેશ્વરદેએ જે તરણેપાય બતાવ્યું છે તેના સેવનમાં શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થશીલ બનવું જોઈએ. માનવજીવન સિવાયના કેઈ પણ અન્ય જીવનમાં આવે પુરુષાર્થ સંપૂર્ણ રીતે થે શક્ય નથી, તેથી જ ઉપકારી પરમર્ષિઓએ આ માનવજીવનની ખૂબ જ મહત્તા આંકી છે. આમ અનેક રીતે દુર્લભ ગણાતા આ માનવજીવનમાં અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધર્મનું યથાસ્થિત પાલન કરવું એ જ આ માનવજીવનની સાચી સફળતા છે. પુણ્યવાન છતાં કમનસીબ :
આપણું પુણ્યદયે આપણને, માનવજીવનને સફળ બનાવે તેવી મેક્ષમાર્ગને આરાધવા માટે જરૂરી એવા ધર્મના પાલનની સામગ્રી સંપ્રાપ્ત થઈ ગઈ છે. એ દષ્ટિએ વિચારતાં આપણું પુણ્યદયને પાર નથી તેમ નક્કી કહી શકાય. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ અને તેમાંયે ધારીએ તે શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા ધર્મની સુંદર પ્રકારે આરાધના કરી શકીએ એવી સામગ્રીઓથી ભરપૂર એવા શ્રાવકકુળમાં જન્મ મળ એ નાનીસૂની વાત નથી. પરંતુ પુર્યોદયથી પ્રાપ્ત થયેલી આ બધી સામગ્રીઓને આપણે સફળ જ ન કરીએ તે આપણા જેવા બીજા કમનસીબ પણ કોણ? એક દષ્ટિએ તે જેઓ આ બધી સામગ્રી નથી પામ્યા તેમના કરતાં પણ આપણે વધુ કમનસીબ ગણાઈએ. નહિ પામનારા તે કહી શકે કે “અમે પૂરા પાપી છીએ કે અમે સામગ્રી પામ્યા નથી.” પણ આપણે શું કહીએ ? વ્યવહારમાં પણ એક દરિદ્રી હેઈને રખડતા ફરે, ભૂખે મરે તે તે ઠપકાને પાત્ર નથી પણ કોઈ શ્રીમાન છતી સામગ્રીએ પણ કૃપણુતા આદિના ગે ભૂખે મરે તે તે પેલા ભાગ્યહીન દરિદ્રીથી પણ અતિ ભાગ્યહીન મનાય છે. એ રીતે અહીં પણ આવા ઉત્તમ પ્રકારની સામગ્રી પામેલા આપણે, તે પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org