________________
સાચા જૈનત્વની ઓળખાણ
ધર્મતીર્થ ની સ્થાપના :
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમષિઓ ફરમાવે છે કે જગતના પ્રાણીમાત્રનું એકાન્ત ભલું ઈચ્છનારા આત્માઓ જેવા આ વિશ્વમાં કેઈ ઉચ્ચ કેટિના આત્માઓ નથી. એવા ઉચ્ચ કેટિના આત્માઓમાં શ્રી જિનેશ્વરદેવના આત્માઓ સર્વોચ્ચ સ્થાને વિરાજે છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓને જગતમાં કોઈ જોટો નથી. એ શ્રી જિનેશ્વરદેવના આત્માએ પિતાના અંતિમ ભાવથી પૂર્વેના ત્રીજા ભવમાં – સમગ્ર વિશ્વના જ અનંત દુઃખથી મુક્ત બની અનંત સુખના ભોક્તા બને” – એવી અનુપમ ભાવનાથી તરબોળ બની જાય છે. એના કારણે એ આત્માઓ એવું વિચારે છે કે “જે મારામાં એવું સામર્થ્ય આવે તે જગતના સઘળાય જેમાં જે આ અસાર સંસારને રસ ભર્યો છે તે કાઢીને શ્રી જિનેશ્વરના શાસનના રસને ભરી દઉં.” આવા પ્રકારની અપૂર્વ ભાવદયા એ પરમ તારકેના અંતરમાં ઉલસે છે, જેના પ્રતાપે એ પુણ્યાત્માઓ શ્રી તીર્થકરનામકર્મની નિકાચના કરે છે. એ સર્વોચ નામકર્મના વિપાકેદયના યે પિતાના અંતિમ ભવમાં એ અનંતઉપકારીઓ સંસારતારક એવા શ્રી ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ રીતે એ તારકોના હૈયામાં પૂર્વના ત્રીજા ભવમાં ઉલ્લસેલી અપૂર્વ ભાવદયા અહીં કાર્યરૂપે પરિણામ પામે છે, એમ કહી શકાય. માનવજીવનની મહત્તા :
અનન્તઉપકારી શ્રી જિનેશ્વરદેએ સ્થાપેલા એ સંસારતારક જી. સા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org