________________
૧૫
ભગદેશમાં રાજગૃહી નામે નગરીમાં પ્રસેનછત નામે રાજા રાજ કરતા હતા. તે નગરમાં સુવૃત નામે શેઠ હતા જેને સુમિત્રા નામે સ્ત્રી અને સુમિત્ર નામે પુત્ર હતા, જ્યારે સુમિત્ર દસબાર વરસના થયા ત્યારે તેના પીતા મરણ પામ્યા. વખત જતાં સુમિત્ર સમજણા થયા અને પેાતાની માને કહયું કે, મા મને રજા આપે, હું રાજગાર માટે દેશાટણ કરવા જઈશ. માતાએ તેને આશિર્વાદ દઇ, સાથે સાત રત્ન આપી જવાની રજા આપી. ફરતાં ફરતાં શ્રી એણાતટ નામના નગરમાં આવી પહેાંચ્યા. જયાં બીજે બદર જવાને તૈયાર વહાણ તેણે જોયુ . હવે સુમિત્રને પણ બહાર દેશાવર મુસાફરી માટે તે વહાણમાં જવાને વિચાર હતા; પણ પેાતાની પાસે જોખમ હૈાવાથી, તે સાથે લઇને ચડવાને ડીક લાગ્યુ નહીં તેથી એ કાઈ સાહુકારને ત્યાં મુકી આવું:એવા વિચાર કરીને તે રોહેરમાં ગયા અને પુછતાં ખબર મળીકે આ શેહેરમાં ઇંદ્રદત્ત નામે એક પુરાહીત છે જે ઘણાજ આખરૂદાર સાહુકાર છે. પછી તે પુછતા પુછતેા તે શાહુકાર પુરાહીતને ધરે ગયા અને તેની પાસે જઇ બાલ્યું “શેઠજી, મારી સુશાફરીમાં મારી પાસે સાત રત્ન છે માટે તે સાત રત્ન હું પાછે આવીશ ત્યાં સુધી તમે રાખા” પુરાહીત કહે કે,“ભાઈ અમે કોઇનુ કાંઈ