________________
તે પંખીને એ ગુણ છે. ત્યારે રાજાએ કહ્યું કે પ્રધાનજી એ પંખી કેમ આવે. ત્યારે પ્રધાને કહ્યું કે એ વાત કાંઈ અઘરી નથી. કારણ કે આપણા શહેરમાં એક ધના નામે વેહેપારી છે તેને પેઢીગત વહાણોને માટે રોજગાર છે તેને મેકલીએ તે કામ કરી આવશે. રાજાને આ વાત ઠીક લાગી તેથી બીજે દિવસે પ્રભાતે રાજાએ રાજ સભા ભરી, તેમાં પ્રધાન પણ આ તે વખતે રાજાએ માણસ મેકલીને ધનાવા શેઠને બોલાવે. માણસોએ ધનાવાને જઈને કહ્યું કે આપને રાજા બોલાવે છે ત્યારે તે બોલ્યા કે ગામમાં ધનાવા તે ઘણા છે તમે ભુલતા હશે. ત્યારે માણસેએ કહયું કે ના તમને જ બોલાવે છે. ત્યારે તેણે લુગડા પહેર્યો અને દરબારમાં આવ્યું તેથી બધાએ આદરમાન કર્યું અને ઉભા થયા. ત્યારે શેઠને વિચાર થયો કે અતી આદર પણ ભલે નહીં–
अतीदानात् बली बद्धो, अती गर्वेण रावण ।। अती रुपवती सीता, अती सर्वत्र वर्जयेत ॥
એમ મહા વિચારમાં ગંભીર ચહેરે શેઠ રાજાને નમીને સ્થીર સ્થાનકે બેઠા ત્યારે રાજાએ કહયું કે શેઠ તમારા સરખું એક કામ પડયું છે. આથી શેઠે કહ્યું કે સેવકને ફરમા. રાજા બેલ્યા કે—કંદુક દ્વીપથી કીંજલ્પ નામનું પંખી લઈ આવે. ત્યારે