________________
૧૨
વીષય વાસનામાં સાયલા હાથીની કથા.
અંગદેશમાં કુસુમપુરી નામે નગરી હતી તેમાં જયનાદ નામે રાજા રાજ્ય કરતા હતા અને સુખ વિલાસમાં નીમગ્ન હતા તેવા સમયપર એક પારધીએ આવીને વધામણી દીધી કે મહારાજ આપણા કુંદન વનમાં એક હાથી ધણી હાથણીઆની સાથે આવેલે છે એવાં વચન સાંભળીને રાજાએ હુકમ કર્યો કે કાઇ પણ ઉપાય કરીને તે હાથીને ઝાલા. તે વખત કેટલાક ડાહ્યા પુરૂષો હતા તે એ કામ માથે લઇને નીકળ્યા. તેએએ વનમાં આવીને એક માટી ખાડખાદી અને એ ખાડ ઉપર વાંસની છત કરીને તેના ઊપર માટી પાથરીને બરાબર જમીન જેવુંજ કર્યું તેની વચ્ચે એક કાગળની બનાવટી હાથણી કરી તે કાગળની હાચણી ઉપર કાળી મેશ ચાપડીને બરાબર હાથણીના રંગ કર્યો અને પછી બુદ્ધિ ચલાવીને તે હાથણી ઉપર ખરી હાથણીનું મુતર રાજ છાંટવા માંડયુ તેની ગંધને લીધે પેલા હાથીને મનમાં આવ્યું કે આટલી મારા હ્રાથણીએ છે પણ તેને પણ જઇને હું મારી કરી લઊઁ, એવા વિચારથી હાથી તે ખાડ આગળ આવીને પેલી હાથણી જે કાગળની બનાવેલી હતી તેની પાસે જવાને લાગ્યા એટલે ખાડમાં પડી ગયા. તેને ત્રણ દીવસ