________________
પિતાને આટલું બધું નુકશાન થયું. એમ દુખ સંબારીને સહુ રડતી હતી. તેમાં એક સુંદરી નામે મહઆરી હતી તે ઉભી ઉભી હસતી હતી એવું
રૂપ દેખી રાજા વિસ્મય પામ્યું. એક જણ ઊભી હસે છે અને બીજી સઘળી ઉભી રડે છે તેનું કારણ શું એમ વિચારીને રાજા મહીઆરી પાસે આવ્યા અને કહેવા લાગ્યું કે સઘળી રડે છે અને તું એક હસે છે તેનું કારણ શું? તે વખતે તે મહાઆરી રાજાને કહેવા લાગી કે મહારાજ એ છાશને રડું કે મારા કરમને રડું. તે વખતે રાજાએ કહ્યું એવડાં તારાં કર્મ શું છે? તે બોલી કે સાંભળો એક સુર્યપુર નામે નગર હતું ત્યાં એક રૂદ્રદત નામે વિપ્ર વસતા હતે તેને સુંદરી નામે સ્ત્રી હતી, તેઓ તે નગરમાં સુખ ચેનમાં રહીને પોતાના દહાડા કાઢતા હતા, કેટલાક દીવસ ગયા બાદ તેઓ નિર્ધન થયાં તેથી સ્ત્રી પુરૂષ બંને વિચાર કરીને પરદેશ જવાને ચાલી નીકળ્યાં. તેઓ ચાલતાં ચાલતાં એક દધીપુર નામે નગર હતું ત્યાં આવી પહોંચ્યાં ગામ ઘણું જ સુંદર હતું અને ત્યાં દધીવાહન નામ રાજા રાજ્ય કરતો હતો. તે ગામને પાદર આવ્યાં ત્યાં એક મહાદેવનું દેવળ હતું તેમાં આવીને બેઠાં. તે વખત રૂદ્રદત પિતાની સ્ત્રીને કહે કે તું અહીં બેઠી રહેજે બાલકને રમાડજે. હું ગામમાં જઈ ખાવાનું