________________
૧૧
અને તેને મિત્રદત્ત નામે સ્ત્રી હતી તેની કુખે મિત્રદત્ત નામે કુંવર થયે તે જયારે મેટ થશે ત્યારે સારા ઘરે પરણાવીને સુખી કર્યો. એ રીતે કેટલાક દીવસ ચાલ્યા ગયા અને માબાપ મરણ પામ્યા. તે મિત્રદત્ત પાછળથી ઘણું ધન ખરચ્યું. પછી કુસંગ કરીને નટવીટ પુરૂષોની સાથે સર્વ ધન ખરચી નાખ્યું અને દીન પ્રતિ દીન નિર્ધન થતો ગયો. રોજગાર કાંઈ સુજયો નહીં. ધન વિના રોજગાર કાંઇ થાય નહીં. તે માટે કાઈક પરદેશમાં જઈ ચોરી કરી આવું એમ વિચારીને સ્ત્રી કને રજા માગી અને એક દવાને ગણેશીઓ લઈને પરદેશ ભણી ચાલી નીકળે. ચાલતા ચાલતો કાંતી નગરીમાં આવ્યું તે વખત પહેલી જ રાત્રીમાં એક દત નામે વેહેવારી હતો તેને ઘરે જ આવીને ખાતર દીધું તે વખતે મેઘના અંધકારથી આકાશ છેવાઈ ગયું હતું. ઝરમર ઝરમર મે વરસતે હતો તે સમે ખાતર પાડીને ઘરમાં પેઠો. જોયું તો સાવ સામૈયાના ઢગલા પડેલા છે. એક હીંડોળા ખાટ સાવ સેનાની સાંકળે ટાંગેલી હતી તે દીઠી. તે ઉપર મખમલની તળાઈ બીછાવી હતી તે દેખીને તેણે વિચાર કર્યો કે હમહું ઘડીક હીંડોળાખાટે સુઈને ટાઢ ઉડાડું પછી ધન લઇને ચાલી નીકળીશ. એમ વિચાર કરીને સુતે. સુતાંત નીંદ્રા આવી ગઈ, તેવે વખત દત્ત શેઠની સ્ત્રી સૂવા