________________
૨૫૦ ટાઢ ચડી જવાથી સુતા હતા તેવામાં તમે આવ્યા પછી દત્ત શેઠે પ્રભાત થતાં હજામને બોલાવીને તેના નખ અને વાળ લેવરાવીને સારે પોષાક પહેરાવીને જણાવ્યું કે આ સઘળું તમારા પ્રતાપે થયેલું છે કેરણ કે હું તમારા બાપનેજ ગુમાસ્તા છું એમ કે હીને લુગડાં ઘરેણું અને ખાવાપીવા વગેરે બાબતમાં સંતોષવા માંડયે અને એમ કરતાં કરતાં છ મહીના વીતી ગયા ત્યારે એક દહાડે દત પ્રત્યે તે મિત્રદત્ત જો કે ભલા હવે હું તે તમારે ત્યાં બહુજ સુખી થયે અને ઘરે જવાનો વિચાર રાખું છું તો રજા આછે તે જાઉં. પછી શેઠે રથ અને ગાડાં તથા નેકર ચાકર વગેરેની સાથે દસવીસ લાખ રૂપીઆ પણ આપ્યા અને વિદાય કર્યો. એ રીતે મિત્રદત્ત ઘરે આવીને સ્ત્રીને મળે અને સુખ શાતામાં પોતાના દીવ
ગુજારવા લાગે. કેટલાક દીવસ વીતી ગયા પછી કાતી નગરીમાં દત્ત શેઠ નીર્થનતાને પામ્યા તેથી અવંની નગરીમાં દત્ત શેઠ તથા શેઠાણી મિત્રદત્તને મળવાને ધનની મદદ સારૂ આવ્યાં. ત્યાં પાણીને આરે આવીને બેઠાં હતાં તેટલામાં મિત્રદત્તની પાણી - નારી ત્યાંથી નીકળી એની ઓળખાણ કાઢીને કહ્યું કે બાઈ તું જરા મિત્રદત્તને છાની ખબર આપજે કે