________________
૨૩૨
લા વહેલા ળિો કારણ કે મારે બાપે મને છેડા દીવસની રજા આપી છે માટે ઝટ જવું છે. પછી તેજ વેળાએ શ્રીમતીના માબાપ સાસરવાસ કરીને વિળાવી અને બને ઘરે આવ્યા. પછી રાત્રે શ્રી ભરથાર એકડાં મળીને બેઠાં હતાં ત્યારે સાગરદસ્ત સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યો કે કેમ તું કહેતી હતી કે તમારૂ, કમાએલું તમે નહીં ખાવ છે ત્યારે આ સાત વહાલું કેવાં લાગ્યો એ સાંભળીને શ્રીમતી કહેવા લાગી કે સ્વામીનાથ, તમે તે મોટા કર્મના ઘણી છે. તમારી શી વાત. એવું સાંભળીને શેઠ ફુલાઈ ગયા તે વખત શ્રીમતી કહે કે આ તમારા ઘાંચીના ઘરના વાધા, આ તમારે સવા ગજના બેસણાને કાગળ કે તે તમે જુઓ. તમારે માટે કાળા સમુદ્ર ઓળંગીને તો હું આવી અને તમને જ્યારે સાત વહાણ આપ્યાં ત્યારે તે તમે ઘેર આવવા પામ્યા છે તે પણ અહંકાર મુકતા નથી. ત્યારે શેડ ઉઠીને પગે લાગે. શાબાશ છે તેને અને શાબાશ છે તારી અને કલન એ પ્રમાણે કહી તેની સારી પેઠે પ્રીતિમાં નીમન થઈ સ્ત્રી ભરથાર ઘણું સુખ ભોગવી સંસારમાં રહેવા લાગ્યાં. એ રીતે બુદ્ધિની વાત મોટી છે.