________________
૧૮૮
લઈ આવું. એમ કહીને તે ગામમાં ગયો. તેવામાં એ નગરનો રાજા બહાર, વાડીએ ફરવા ગએ હતો તે પાછા વળે અને રસ્તામાં દેહેરા આગળ આવ્યા ત્યારે તે સીવ ઉર આગળ આ ત્યારે તે સ્ત્રીને જોઇને રાજાએ પુછયું કે તમે કોણ છે? અને કયાં જશે? તે વખતે એ સ્ત્રીએ કહ્યું કે અમે બ્રાહ્મણ છીએ અને મારો ધણી ગામમાં ગયો છે તે ઘર ભાડે લઈને હમણાં આવશે. એ વચન સાંભળી રાજાએ ધરે જઈ એક દાસી મોકલી, તે દાસી આવીને પેલી સ્ત્રીને કહે કે અરે! બાઈ ઈઠ તારા ધણીએ ઘર ભાડે રાખ્યું છે તે તને દેખાડવાને બોલાવે છે. તે વખતે તે સ્ત્રી બાળકને તેડી લેવા લાગી ત્યારે દાસીએ કહ્યું તે બાળકને જ રહેવા દે, ઘર આ દીશાએથી ઢંકડું છે હમણાં જઈ આવશું એમ કહીને તેડી ચાલી. તરતજ નજદીકની ઉપપવનની બારી એ થઈને રાજમહેલમાં લઈ ચાલી ત્યાં તેણે પો રાજા જે દેહેર જ હતો તેને દીઠે. દેખીને અણબલી રહી. રાજાના હુકમથી નવરાવીને સોળે શણગાર સજીને મેહુલે મેકલી. હવે, રાત પડી તે વખતે રાજા તેના મહેલમાં આવ્યો તે વખતે તેઓ બે જણે ખાઈ પીને ભેગાં સુતાં અને રાજાને ઊંધ આવી અને સ્ત્રીને ધણને દીકરે સાંભરી આવ્યાથી ઉઠીને તે રાજાની તરવાર પડી હતી તે વડે રાજાને મારી નાખ્યું અને કેટઠેકીને એકદમ